11 મહિલાઓ સબરીમાલા મંદિરમાં દર્શન કરવાની પહોંચી, પંબામાં તણાવની સ્થિતિ
પંબામાં રવિવારે સવારે તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ જ્યારે 50 વર્ષથી પણ ઓછી આયુની 11 મહિલાઓના એક સમૂહે ભગવાન અયપ્પા મંદિરમાં પહોંચવાની કોશિશ કરી. શ્રદ્ધાળુઓએ આ મહિલાઓનો ખુબ વિરોધ કર્યો.
પંબા: પંબામાં રવિવારે સવારે તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ જ્યારે 50 વર્ષથી પણ ઓછી આયુની 11 મહિલાઓના એક સમૂહે ભગવાન અયપ્પા મંદિરમાં પહોંચવાની કોશિશ કરી. શ્રદ્ધાળુઓએ આ મહિલાઓનો ખુબ વિરોધ કર્યો.
મહિલાઓના એક સમૂહે મંદિર પરિસરમાં લગભગ પાંચ કિલોમીટર દૂર પરંપરાગત વન પથના માધ્યમથી અયપ્પા મંદિર પહોંચવાની કોશિશ કરી પરંતુ શ્રદ્ધાળુઓના વિરોધના કારણે તે આગળ વધી શક્યા નહીં. નિષેધાત્મક આદેશની ટીકા કરતા સેંકડો શ્રદ્ધાળુઓ અહીં ભેગા થયા અને તેમણે ભગવાન અયપ્પાના ભજન જોર જોરથી ગાવાના શરૂ કરી દીધા. ચેન્નાઈના માનિથી સંગઠનની આ મહિલાઓ સતત વિરોધ બાદ સવારે 5.20 વાગ્યાથી રસ્તા પર બેસી ગઈ છે. પોલીસે તેમની આજુબાજુ ઘેરાબંધી કરી લીધી છે.