યવતમાલ: ઘોર બેદરકારીનો એક મામલો મહારાષ્ટ્ર (Maharashtra) ના યવતમાલ જિલ્લાના એક ગામમાં જોવા મળ્યો. જ્યાં 12 બાળકોને પોલિયોના ટીપાની જગ્યાએ સેનેટાઈઝરના ડ્રોપ પીવડાવી દેવાયા. એક અધિકારીએ સોમવારે આ અંગે માહિતી આપી. જિલ્લાના એક અધિકારીએ કહ્યું કે પ્રભાવિત બાળકોને એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલાત સ્થિર છે. તમામ બાળકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. ત્રણ સ્વાસ્થ્યકર્મીઓ વિરુદ્ધ આ મામલે ચૂક  બદલ કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોની તબિયત બગડી
અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મહારાષ્ટ્ર (Maharashtra) ના યવતમાલ જિલ્લાના કાપસિકોપરી ગામમાં ભાનબોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ઘટી જ્યાં એકથી પાંચ વર્ષના બાળકો માટે રાષ્ટ્રીય પલ્સ પોલિયો (Polio) રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. યવતમાલ જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે જણાવ્યું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકોને પોલિયોના ટીપાની જગ્યાએ સેનેટાઈઝરના બે ટીપા પીવડાવી દેવાયા. બાળકોમાં ઉલ્ટી અને ગભરામણની ફરિયાદો જોવા મળી. 


Candida Auris: વધુ એક મહામારીનું તોળાઈ રહ્યું છે જોખમ!, કોરોના કરતા પણ ખતરનાક, વૈજ્ઞાનિકો ડર્યા


ત્રણ સ્વાસ્થ્યકર્મીઓ સસ્પેન્ડ થશે
તેમણે જણાવ્યું કે જે બાળકોને સેનેટાઈઝરના ટીપા પીવડાવી દેવાયા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમામ બાળકોની હાલાત સ્થિર છે. તેમને નિગરાણી હેઠળ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પ્રાથમિક સૂચના મુજબ ઘટનાના સમયે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર એક ડોક્ટર, એક આંગણવાડી સેવિકા અને એક આશાવર્કર હાજર હતા. તપાસ શરૂ થઈ ગઈ છે અને ત્રણેય સ્વાસ્થ્યકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube