ગત 2 ચૂંટણી કરતા આ વખતે લોકસભામાં અપરાધી ઉમેદવારોની સંખ્યામાં વધારો
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિપોર્ટ (એડીઆર)ના અનુરાસ હાલમાં જ લોકસભામાં ટે પસંદ કરવામાં આવેલા સાંસદો પર ગુનાહિત આરોપો છે. 2014ની સરખામણીએ તેમાં 26 ટકાનો વધારો થયો છે.
નવી દિલ્હી: એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિપોર્ટ (એડીઆર)ના અનુરાસ હાલમાં જ લોકસભામાં ટે પસંદ કરવામાં આવેલા સાંસદો પર ગુનાહિત આરોપો છે. 2014ની સરખામણીએ તેમાં 26 ટકાનો વધારો થયો છે. એડીઆરએ ચૂંટણી જીતી આવેલા 559 સાંસદોનું વિશ્લેષણ કર્યું જેમાં લગભગ 233 અથવા 43 ટકા સાંસદો પર ગુનાહીત આરોપ છે.
વધુમાં વાંચો: નેપાળની રાજધાની કાઠમંડુમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 4નાં મોત, 7 ઘાયલ
એડીઆરએ કહ્યું કે, ચૂંટણી જીતેલા ભાજપના 116 અથવા કુલ જીતેલા ઉમેદવારમાંથી 39 ટકા ઉમેદવારની સામે ગુનાહીત કેસ નોંધાયેલા છે. આ પછી કોંગ્રેસના 29 (57 ટકા), જેડીયૂના 13 (81 ટકા), ડીએમકેના 10 (43 ટકા) અને તૃણમૂલ કોંગ્રેસના 9 (41 ટકા) છે.
2014માં કુલ 543 સાંસદોમાં થી 184 (34 ટકા) સાંસદોની સામે ગુનાહીત આરોપ છે. તેમાંથી 112ની સામે ગંભીર ગુનાહીત કેસ નોંધાયેલા છે. 2009માં આ આંકડો 162 (લગભગ 30 ટકા) હતો. જેમાં 14 ટકા સભ્યોની સામે ગંભીર ગુનાહીત આરોપ હતા.
વધુમાં વાંચો: વારાણસીઃ કાશીની જનતાનો 'આભાર' માનવા મોદી આજે 9.00 કલાકે પહોંચશે
બિન-સરકારી સંગઠને કહ્યું કે, આ લોકસભામાં, લગભગ 29 ટકા કિસ્સા બળાત્કાર, હત્યા, હત્યાના પ્રયાસ અથવા મહિલાઓની સામે ગુનાથી જોડાયેલા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 2009ની સરખામણીએ 2019માં ગંભીર ગુનાહીત રેકોર્ડવાળા સાંસદોની સંખ્યામાં 109 ટકાની વૃદ્ધિ થઇ છે.
વધુમાં વાંચો: હું જાણું છું કે આગામી દિવસો વધુ મુશ્કેલ આવવાના છે, કોંગ્રેસ દરેક પડકારને પાર કરશેઃ સોનિયા ગાંધી
નવી લોકસભામાં કમલનાથના પુત્ર નકુલનાથ છે સૌથી અમીર સાંસદ, કુલ 475 MP છે કરોડપતિ: ADR
એસોસિએશન ઓફ ડેમોક્રટિક રિફોર્મ્સ (એડીઆર)ના અનુસાર નવી લોકસભામાં કુલ 475 સાંસદ કરોડપતિ છે. જેમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ ટોચ પર છે. એડીઆરે 539 નલા સાંસદોના સોગંદનામામાં જણાવેલી સપત્તિ અને દેણદારોનું વિશ્લેષણ કર્યા બાદ કરોડપતી સાંસદોની યાદી જાહેર કરી છે.
વધુમાં વાંચો: બાલાકોટ એરસ્ટ્રાઇક શા માટે થઇ? આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું ચોંકાવનારુ કારણ !
એડીઆએ કહ્યું કે, 542 નવા ચૂંટાયેલા સાંસદોમાંથી ત્રણ સાંસદોના સોગંદનામા ન મેળવી શક્યા, જેમાં ભાજપના બે અને કોંગ્રેસના એક સાંસદ સામે છે. ભાજપને 17મી લોકસભા માટે થયેલી ચૂંટણીમાં 303 અને કોંગ્રેસે 52 સીટ રક જીત હાંસલ કરી છે.
વધુમાં વાંચો: દિલ્હીમાં અરાજક તત્વો બેકાબું, ભર બજારમાં 20 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત
ભાજપના 301 સાંસદોમાંથી 265 (88 ટકા) કરોડપતી છે. ત્યારે એનડીએમાં ભાજપના સહયોગી દળ શિવસેનાના બધા 18 સાંસદોની સંપત્તિ એક કરોડથી વધારે છે. કોંગ્રેસના જે 51 સાંસદોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તેમાંથી 43 (96 ટકા) સાંસદ કરોડપતિ જોવા મળ્યા છે. આ રીતે ડીએમકેના 23 માંથી 22 (96 ટકા), તૃણમૂલ કોંગ્રેસના 22 માંથી 20 (91 ટકા) અને બાઇએસઆર કોંગ્રેસના 22 માંથી 19 (86 ટકા) સાંસદ કરોડપતિ છે. એડીઆરના અનુસાર ટોચના ત્રણ કરોડપતિ સાંસદ કોંગ્રેસના છે.
વધુમાં વાંચો: કાળાનાણા ધારકો પર કસાતો શકંજો: સ્વિસ બેંકોએ 25 ખાતા ધારકોને નોટિસ ફટકારી
તેમાં મધ્ય પ્રદેશના છિંદવાડાથી ચૂંટણી જીતેલા નકુલનાથ પહેલા નંબર પર છે જેમણે પોતાની સંપત્તિ 660 કરોડ રૂપિયા જાહેર કરી છે. ત્યારબાદ તમિલનાડુના કન્યાકુમારીથી સાંસદ વસંતકુમાર એચ (417 કરોડ રૂપિયા) અને કર્નાટકના બેંગલુરુ ગ્રામીણથી ચૂંટણી જીતનાર ડી કે સુરેશ (338 કરોડ રૂપિયા) છે. લોકસભા ચૂંટણીમાં જીતનાર સાંસદોની સરેરાશ સંપત્તિ 20.93 કરોડ છે. નવી લોકસભાના 266 સદસ્યો એવા છે જેમી સંપત્તિ પાંચ કરોડ અથવા તેનાથી વધારે છે. 2014માં કરડોપતિ સાંસદોની સંખ્યા 443 (82 ટકા) હતી જ્યારે 2009માં આ આંકડો 315 (58 ટકા) હતી.
જુઓ Live TV:-