નેપાળની રાજધાની કાઠમંડુમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 4નાં મોત, 7 ઘાયલ

નેપાળની પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાચળ માઓવાદી સંગઠનોનો હાથ હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે 
 

નેપાળની રાજધાની કાઠમંડુમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 4નાં મોત, 7 ઘાયલ

કાઠમંડુઃ ભારતના પડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે 3 વિસ્ફોટ થયા છે, જેમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે 7 અન્ય ઘાયલ થયા છે. આ વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. નેપાળની પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાચળ માઓવાદી સંગઠનોનો હાથ હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે.

સમાચાર એજન્સી રોઈટર્સના જમાવ્યા મુજબ પ્રથમ વિસ્ફોટ કાઠમંડુ શહેરના વચ્ચેવચ્ચ આવેલા વિસ્તારમાં થયો હતો. ઘાતેકુલો રહેણાક વિસ્તારમાં એક ઘરમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એટલો ભયાનક હતો મકાનની દિવાલોને પણ નુકસાન પહોંચ્યું હતું. બીજો વિસ્ફોટ કાઠમંડુના બહારના વિસ્તાર સુકેધારામાં થયો હતો. ત્રીજો વિસ્ફોટ થાનાકોટ વિસ્તારમાં થયો હતો. 

3 धमाकों से दहली नेपाल की राजधानी काठमांडू, 4 लोगों की मौत, 7 अन्‍य घायल

3 જુદા-જુદા સ્થળે થયેલા વિસ્ફોટમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન મોત થયું હતું. પોલીસ અધિકારી શ્યામ લાલગ્યાવલી અનુસાર પ્રથમ વિસ્ફોટના સ્થળેથી માઓવાદી સંગઠનો સાથે સંકળાયેલા કેટલાક પેમ્ફ્લેટ મળ્યા છે. તેમણે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાછળ માઓવાદી સંગઠનનો હાથ હોવાની આશંકા છે, જે સરકારનો વિરોધ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ મકાનનો માઓવાદી સંગઠન બોમ્બ બનાવવા માટે ઉપયોગ કરતું હતું. એક ઘાયલ વ્યક્તિ પણ તેનો સમર્થક છે. 

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ઈસ્ટર પ્રસંગે શ્રીલંકામાં થયેલા 9 શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં આખો દેશ હચમચી ગયો હતો. આ હુમલામાં 258 લોકનાં મોત થયા હતા અને 500થી વધુ ઘાયલ થયા હતા. શ્રીલંકાની પોલીસે આ વિસ્ફોટમાં સ્થાનિક ઈસ્લામિક સંગઠન નેશનલ તૌહીદ જમાન અને તેના વડા જાહરાન કાસિમ સાથે કથીત રીતે જોડાયેલા પાંચ શંકાસ્પદની ધરપકડ કરી હતી. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news