નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા વેરિએન્ટના કારણે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. અનેક દેશોએ આ કારણે બ્રિટનથી આવતી જતી ફ્લાઈટ્સ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતમાં પણ માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના 6 થી 7 વેરિએન્ટ જોવા મળી ચૂક્યા છે. જો કે વધુ મ્યુટેટ હોવાના કારણે આ વેરિએન્ટ થોડાક જ મહિનામાં ખતમ થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં અત્યાર સુધીમાં જોવા મળેલા તમામ  સ્ટ્રેનનું ઓરિજિન ભારત બહાર થયું
દિલ્હીના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)ના ડાઈરેક્ટર શેખર માંડેએ જણાવ્યું કે વાયરસનું મ્યુટેટ થવું એક જનરલ પ્રોસેસ છે. ભારતમાં માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના 6 થી 7 નવા સ્ટ્રેન મળી ચૂક્યા છે. આ તમામ સ્ટ્રેન ઓરિજિન ભારત બહાર થયા હતા. માર્ચમાં D614G નામના કોરોનાના સુપર સ્પ્રેડર વેરિએન્ટે ભારતમાં દસ્તક આપી હતી. પરંતુ આ વાયરસ એટલો વધુ મ્યુટેટ થયો કે ભારતમાં જૂન આવતા સુધીમાં આ વાયરસનો સ્ટ્રેન ખતમ થઈ ગયો અને બીજો સ્ટ્રેન આવી ગયો હતો. 


એક ભૂલ તમને પડી શકે છે ભારે!, રોજ 2 કરતા વધુ કેળા ઝાપટી જતા લોકો ખાસ વાંચે આ અહેવાલ


રસી મળ્યા બાદ સ્ટ્રેનની નહીં થાય અસર
માંડેએ બ્રિટનમાં મળેલા નવા સ્ટ્રેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોરોના રસી મળ્યા બાદ ભારતમાં આ સ્ટ્રેનની કોઈ અસર જોવા મળશે નહીં. CSIRની દિલ્હી અને હૈદરાબાદ સ્થિત લેબમાં નવા સ્ટ્રેનથી સસ્પેક્ટેડ કોરોના સંક્રમિત લોકોનું સતત સિક્વેસિંગ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પરંતુ રાહતની વાત એ છે કે હજુ સુધી બ્રિટનમાં મળેલા સ્ટ્રેનનો એક પણ કેસ સામે આવ્યો નથી. 


સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને ભારતમાં શરૂ થઈ જીનોમ સિક્વેસિંગ
નોંધનીય છે કે ભારતમાં જીનોમ સિક્વેસિંગના દર હાલ અન્ય દેશો કરતા ખુબ ઓછા છે. જીનોમ સિક્વેસિંગના ગ્લોબલ ડેટા બહાર પાડનારી વૈશ્વિક સંસ્થા GISAID નું માનીએ તો ભારતમાં હાલ ટેસ્ટિંગનો દર માત્ર 0.04 % છે. અત્યાર સુધી એક કરોડથી ઉપર કોરોના સંક્રમિત કેસોમાં માત્ર 4 હજાર 238 લોકોના જ સેમ્પલ્સનું જીનોમ સિક્વેસિંગ થયું છે. જ્યારે બ્રિટનમાં જીનોમ સિક્વેસિંગનો દર 6 ટકા કરતા પણ વધુ છે. બ્રિટનમાં હાલ 22 લાખથી વધુ કોરોના સંક્રમિત કેસોમાં 1 લાખ 35 હજારથી વધુ કોરોના સંક્રમિત લોકોનું જીનોમ સિક્વેસિંગ થયું છે. 


VIRAL VIDEO: લગ્ન મંડપમાં નવવધૂની આ હરકત જોઈને પેટ પકડીને હસશો, વરરાજા તો શરમથી પાણી પાણી!


કોરોના વાયરસના નવા વેરિએન્ટને લઈને ગભરાવવાની જરૂર નથી
ભારતમાં હાલ 3 રસી DCGI પાસેથી મંજૂરી મળે તેની રાહ જુએ છે. પરંતુ આ નવા વેરિએન્ટ પર રસી અને દવાની અસર થશે કે નહીં તે અંગે લોકોને અનેક સવાલ છે. આ સવાલોનો જવાબ આપતા નોઈડાના અમર હોસ્પિટલના ડો.શક્તિ ગોયલનું કહેવું છે કે બ્રિટનમાં મળેલા નવા વેરિએન્ટમાં પ્રોટીન સ્પાઈકમાં ફેરફાર થયો છે. કોરોનાની કેટલીક રસીને બાદ કરીએ તો બાકીની તમામ રસી વાયરસના જીનોમ પર એટેક કરીને વાયરસને નબળો કરે છે અને સંક્રમણ રોકે છે. આ રસીએ ક્લિનિકલ ટ્રાયલમાં પણ સારા પરિણામ આપ્યા હતા. આ માટે નવા વેરિએન્ટને લઈને લોકોએ જરાય પેનિક થવાની જરૂર નથી. 


ભારતમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 18732 દર્દીઓ નોંધાયા હતા. એટલે કે પહેલીવાર એવું બન્યું કે જુલાઈ બાદ આટલા ઓછા કેસ જોવા મળ્યા. આ દરમિયાન 279 દર્દીઓના મોત થયા અને 21430 દર્દીઓ સાજા પણ થયા. દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2,78,690 દર્દીઓ સારવાર હેઠળ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube