7th Pay Commission Latest Upate: કેન્દ્રીય કર્મચારીઓની સાથે સાથે અલગ અલગ રાજ્યોના સરકારી કર્મચારીઓ હાલ મોંઘવારી ભથ્થું વધે તેની રાહ જોઈ રહ્યા છે. મોદી સરકાર તરફથી હોળી પહેલા મોંઘવારી ભથ્થુ (DA Hike) અને મોંઘવારી રાહત (DR Hike) ની જાહેરાત થવાની વાટ જોવાઈ રહી હતી. પરંતુ હજુ સુધી તેને લઈને કોઈ પણ પ્રકારની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડીએ હાઈકને લઈને કડક વલણ અપનાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારના કર્મચારીઓનું પ્રદર્શન
મમતા બેનર્જીએ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને સ્પષ્ટ કર્યું કે સરકાર તરફથી જેટલું મોંઘવારી ભથ્થું વધારી શકાતું હતું તેટલું વધારવામાં આવ્યું છે. હવે વધુ એક રજૂઆત કરવાની હાલ સરકારની ક્ષમતા નથી. મોંઘવારી ભથ્થું વધારવાની માંગણીને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓનો એક વર્ગ પ્રદર્શન કરી રહ્યું છે. તાજેતરમાં નાણારાજ્ય મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ બજેટ રજુ કરતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં ડીએ બેસિક સેલેરીના છ ટકા છે. 


10 માર્ચે રાજ્યમાં હડતાળનું આહ્વાન
વિરોધ કરનારા કર્મચારીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી વધારવામાં આવેલું ડીએ કેન્દ્રીય કર્મચારીઓની સરખામણીમાં ખુબ ઓછું છે. બંગાળમાં વિપક્ષી દળ પણ પ્રદર્શનકારી કર્મચારીઓની પડખે જોવા મળી રહ્યા છે. કર્મચારીઓના એક સંગઠને 10 માર્ચના રોજ રાજ્યમાં હડતાળનું આહ્વાન કર્યું છે. 


જો તમારી આજુબાજુ કબૂતરો જોવા મળે તો ચેતી જજો...આ બીમારીઓનું વધી શકે છે જોખમ


કોવિડ બાદ હવે આ નવા વાયરસે વધારી ચિંતા, જાણો એક્સપર્ટે શું કહ્યું? 


લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી


પેન્શન પર 20,000 કરોડનો ખર્ચ
કર્મચારીઓની માંગણી પર મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓનું વેતન રાજ્ય સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓ કરતા અલગ હોય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓને અલગ અલગ અવસરે રજાઓ મળે છે. બેનર્જીએ એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે જે હજુ પણ પેન્શન (સેવાનિવૃત્ત લોકો) આપે છે. જેના પર સરકારને 20,000 કરોડનો ખર્ચ થાય છે. 


રાજ્ય સરકાર તરફથી તાજેતરમાં વધારવામાં આવેલું ડીએ 1 માર્ચ 2023થી લાગૂ થઈ ગયું છે. ડીએ વધારા બાદ કર્મચારીઓનું કહેવું છે કે તેમનું ડીએ કેન્દ્રીય કર્મચારીઓ કરતા 32 ટકા ઓછું છે. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય કર્મચારીઓને હાલ કેન્દ્ર સરકાર દ્વારા 38 ટકા ડીએ ચૂકવવામાં આવે છે. જાન્યુઆરીના ડીએની જાહેરાત થયા બાદ તે વધીને 42 ટકા થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube