નવી દિલ્હી: ભારતીય વાયુસેના (Indian Air Force) નો આજે 88મો સ્થાપના દિવસ છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસ સાથે જોડાયેલા આ કાર્યક્રમની શરૂઆત સવારે સાડા આઠ વાગે થશે. સરહદ પર ચીન અને પાકિસ્તાનના બેવડા પડકાર વચ્ચે ભારતની વાયુસેનાના પરાક્રમની ઝલક હિંડન એરબેસ પર જોવા મળશે. આયોજનમાં આ વખતે કુલ 56 એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. જેમાં રાફેલ, જગુઆર, તેજસ સહિત સુખોઈ અને મિરાજ પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી આજે દેશભરમાં કોરોના વિરુદ્ધ એક અનોખું 'જન આંદોલન' શરૂ કરશે


વિશેષ આકર્ષણ
આજના સ્ટેટિક ડિસ્પલેમાં રાફેલને સૌથી વચ્ચે સ્થાન અપાયું છે. ફ્લાય પાસ્ટના ફોર્મેશન્સમાં પણ રાફેલને જગ્યા અપાઈ છે. વિજય ફોર્મેશનમાં રાફેલની સાથે સાથે મિરાજ-2000 અને જગુઆર ફાઈટર જેટ્સ પણ હશે જ્યારે ટ્રાન્સફોર્મર ફોર્મેશનમાં તેજસ અને સુખોઈ વિમાન હશે. એટલે કે આજે આકાશમાં દુનિયા ભારતના રક્ષા બેડામાં હાલમાં જ સામેલ થયેલા રાફેલ અને સ્વદેશી તેજસની તાકાત પણ જોશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube