ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ ફેસબુક પર પોસ્ટ લખવી ભારે પડી, શિવસૈનિકોએ કર્યા આવા હાલ
મુંબઇ (Mumbai)માં એક વ્યક્તિને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી (Maharashtra CM) અને શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) વિરૂદ્ધ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ લખવી ભારે પડી ગઇ. વ્યક્તિનો આરોપ છે કે સીએમ વિરૂદ્ધ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખતાં શિવસૈનિકોએ તેમની ધોલાઇ કરી.
મુંબઇ: મુંબઇ (Mumbai)માં એક વ્યક્તિને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી (Maharashtra CM) અને શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) વિરૂદ્ધ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ લખવી ભારે પડી ગઇ. વ્યક્તિનો આરોપ છે કે સીએમ વિરૂદ્ધ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખતાં શિવસૈનિકોએ તેમની ધોલાઇ કરી.
કેસ મુંબઇના વડાલા વિસ્તારનો છે. વ્યક્તિને સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું કે તેણે ફેસબુક પર એક પોસ્ટ લખી કે સીએમ દ્વારા જામિયા મિલ્લિયામાં થયેલી હિંસાની ઘટના જલિયાવાલા બાગ સાથે કરવી ખોટું છે. ત્યારબાદ 20-25 લોકોએ મારી સાથે ધોલાઇ કરી. એટલું જ નહી આ લોકોએ બળજબરીપૂર્વક વ્યક્તિને પકડીને ટાલ કરી દીધી.
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જામિયા મિલ્લિયાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં તેની તુલના જલિયાવાલા બાગ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે ''જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં જે થયું, તે જલિયાવાલા બાગ જેવું હતું. વિદ્યાર્થી 'યુવા બોમ્બ' જેવા હોય છે. તો આપણે કેન્દ્ર સરકારને આગ્રહ કરીએ છે કે વિદ્યાર્થીઓ સાથે તે ન કરવામાં આવે, જે સરકાર કરી રહી છે.
ઉદ્ધવ ઠાકરે કેન્દ્ર સરકારને સલાહ આપતાં કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે તે જે કરી રહ્યા છે, તે ન કરવું જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ જામિયા યૂનિવર્સિટીમાં થયેલી હિંસા માટે પોલીસ નિંદા કરી અને કહ્યું કે ત્યાં જે પણ થયું, તે જલિયાવાલા બાગ જેવું છે, એવું ન થવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube