અત્યાર સુધી `ઘોર અન્યાય` થતો હતો જમ્મુ અને લદ્દાખ સાથે...ખાસ વાંચો અહેવાલ
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા માટે સંકલ્પ રજુ કર્યો. ગૃહ મંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370ના ખંડ (1) સિવાય કોઈ ખંડ લાગુ રહેશે નહીં. અમિત શાહે જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 સદનમાં રજુ કર્યું.
નવી દિલ્હી: આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા માટે સંકલ્પ રજુ કર્યો. ગૃહ મંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370ના ખંડ (1) સિવાય કોઈ ખંડ લાગુ રહેશે નહીં. અમિત શાહે જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 સદનમાં રજુ કર્યું. ગૃહ મંત્રીએ ભારતના બંધારણની કલમ 370(1) સિવાયની તમામ ખંડો રદ્દ કરવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરથી કલમ 35એ પણ હટાવી દીધી છે.
હવે કાશ્મીરમાં દેશનો કોઈ પણ નાગરિક જમીન ખરીદી શકશે...જાણો બીજું શું-શું બદલાઈ જશે
આજે મોદી સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણયો લેવાયા
હેલો નિર્ણય- જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ભલામણ
બીજો નિર્ણય- જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 35એ સંપૂર્ણ રીતે હટાવવામાં આવી.
ત્રીજો નિર્ણય- જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યાં.
ચોથો નિર્ણય- જમ્મુ અને કાશ્મીર હવે અલગ કેન્દ્રીયશાસિત પ્રદેશ રહેશે.
પાંચમો નિર્ણય- લદ્દાખ હવે વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.
જમ્મુ અને કાશ્મીર પર મોદી સરકારે લીધા 5 ઐતિહાસિક નિર્ણય, ખાસ જાણો
રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે અમે જે બિલ અને સંકલ્પ લઈને આવ્યાં છીએ તેના પર તમે તમારા મત રજુ કરી શકો છો. કલમ 370(3) હેઠળ પ્રાપ્ત કાયદાને ખતમ કરતા જમ્મુ કાશ્મીર પુર્નગઠન 2019 વિધેયક રજુ કર્યો. આ વિધેયક મુજબ જમ્મુ કાશ્મીરને હવે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવશે. લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. આ વિધેયક રાજ્યસભામાં રજુ થતા જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ.
રાજ્યના મતવિસ્તાર ક્ષેત્રની સીમા નક્કી કરવાની પ્રક્રિયા
કોઈ પણ રાજ્યના મતવિસ્તારની સીમા નક્કી કરવાની પ્રક્રિયા. બંધારણમાં દર 10 વર્ષે પરિસીમન કરવાની જોગવાઈ છે. પરંતુ સરકાર જરૂરિયાત મુજબ પરિસીમન કરે છે. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં કુલ 87 બેઠકો પર ચૂંટણી થાય છે. 87 બેઠકોમાંથી કાશ્મીરમાં 46, જમ્મુમાં 37 અને લદ્દાખમાં 4 વિધાનસભા બેઠકો છે. પરિસીમનમાં સીટોમાં ફેરફારમાં વસ્તી અને મતદારોની સંખ્યાનું પણ ધ્યાન અપાય છે.
એવું કહેવામાં આવે છે કે પરિસીમન કરવામાં આવે તો જમ્મુની સીટો વધી જાય અને કાશ્મીરની સીટો ઘટી જાય. કારણ કે 2002ની વિધાનસભા ચૂંટણીમાં જમ્મુના મતદારોની સંખ્યા કાશ્મીરના મતદારોની સંખ્યાથી લગભગ 2 લાખ કરતા વધુ હતી. જમ્મુમાં 31 લાખ રજિસ્ટર્ડ મતદારો હતાં. કાશ્મીર અને લદ્દાખના બધા મળીને કુલ 29 લાખ મતદારો હતાં.
કાશ્મીરના ભાગમાં વધુ વિધાનસભા બેઠકો કેમ?
એ સમજવા માટે આપણે જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસને સમજવો પડશે. વર્ષ 1947માં જમ્મુ અને કાશ્મીર રજવડાનો ભારતમાં વિલય થયો. ત્યારે રાજ્યમાં હરિ સિંહનું શાસન હતું. વર્ષ 1947 સુધી શેખ અબ્દુલ્લા કાશ્મીરીઓના સર્વસામાન્ય નેતા તરીકે લોકપ્રિય થયા હતાં.
જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંહ, શેખ અબ્દુલ્લાને પસંદ કરતા નહતાં. પરંતુ શેખ અબ્દુલ્લાને પંડિત નહેરુના આશીર્વાદ હતાં. પંડિત નહેરુની સલાહ પર જ મહારાજા હરિ સિંહે શેખ અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાન બનાવ્યાં. વર્ષ 1948માં શેખ અબ્દુલ્લા રાજ્યના વડાપ્રધાન બન્યા બાદ મહારાજા હરિ સિંહની શક્તિઓ લગભગ ખતમ થઈ ગઈ હતી. ત્યારબાદ શેખ અબ્દુલ્લાએ રાજ્યમાં પોતાનું ધાર્યું કરવાનું શરૂ કરી દીધુ. વર્ષ 1951માં જ્યારે જમ્મુ કાશ્મીરની વિધાનસભાના ગઠનની પ્રક્રિયા શરૂ થઈ. ત્યારે શેખ અબ્દુલ્લાએ જમ્મુને 30 વિધાનસભા બેઠકો, કાશ્મીરને 43 અને લદ્દાખને માત્ર 2 બેઠકો આપી દીધી.
વર્ષ 1995 સુધી જમ્મુ અને કાશ્મીરમાં આ સ્થિતિ રહી. વર્ષ 1993માં જમ્મુ અને કાશ્મીરમાં પરિસીમન માટે એક આયોગ બનાવવામાં આવ્યો હતો. 1995માં પરિસીમન આયોગના રિપોર્ટને લાગુ કરાયો. પહેલા જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં કુલ 75 બેઠકો હતી પરંતુ પરિસીમન બાદ રાજ્યની વિધાનસભામાં 12 સીટો વધારાઈ. હવે કુલ 87 સીટો હતી. જેમાં કાશ્મીરમાં 46, જમ્મુમાં 37 અને લદ્દાખમાં 4 સીટો છે. આટલા વર્ષો વિત્યા બાદ પણ જમ્મુ અને લદ્દાખ સાથે થયેલા અન્યાયને ખતમ કરવાની કોઈ કોશિશ થઈ નહીં.
આ જ કારણ હતું કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં હંમેશા નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવી કાશ્મીર કેન્દ્રીત પાર્ટીઓનું વર્ચસ્વ રહેતું હતું. આ પાર્ટીઓ બંધારણની કલમ 370 અને કલમ 35એને હટાવવાનો વિરોધ કર્યાં કરતી હતી. આ જ કારણ છે કે કાશ્મીરમાંથી ભાગલાવાદી માનસિકતા ખતમ થતી નહતી.
જુઓ LIVE TV