Jammu Kashmir : જમ્મુ કાશ્મીર મામલે મોદી સરકારનો મોટો નિર્ણય, કલમ 35A ખતમ, બનશે કેન્દ્રશાસિત પ્રદેશ...

ગૃહ મંત્રી અમિત  શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો.  આ સાથે જ તેમણે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો. નવા કાયદા મુજબ ભારતના બંધારણની કલમ 370ના ખંડ એક સિવાય તમામ ખંડોને રદ્દ કરવાની ભલામણ રાજ્યસભામાં રજુ કરી છે. આ અંગે કાયદા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન પણ આવી ગયું છે. જે મુજબ નીચેની જાહેરાતો કરાઈ છે. 

Jammu Kashmir : જમ્મુ કાશ્મીર મામલે મોદી સરકારનો મોટો નિર્ણય, કલમ 35A ખતમ, બનશે કેન્દ્રશાસિત પ્રદેશ...

નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો.  આ સાથે જ તેમણે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો. નવા કાયદા મુજબ ભારતના બંધારણની કલમ 370ના ખંડ એક સિવાય તમામ ખંડોને રદ્દ કરવાની ભલામણ રાજ્યસભામાં રજુ કરી છે. આ સાથે જ આર્ટિકલ 35એ પણ હટાવી દેવાઈ છે. જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવાયું છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. લદ્દાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. 

રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે અમે જે બિલ અને સંકલ્પ લઈને આવ્યાં છીએ તેના પર તમારા મત રજુ કરી શકો છો. કલમ 370(3) હેઠળના કાયદાના ખતમ કરતા જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન 2019 બિલ રજુ કર્યું. આ બિલ મુજબ જમ્મુ અને કાશ્મીરને હવે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળશે. લદ્દાખ વગર વિધાનસભાનું કેન્દ્રશાસિત પ્રદેશ હશે. 

મહત્વની જાહેરાતો...
જમ્મુ અને કાશ્મીરના બે ભાગલા પડ્યા. જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ.
જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો.  
લદ્દાખને વિધાનસભા વગરનો અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. 
રાષ્ટ્રપતિએ કલમ 35એ હટાવવાની મંજૂરી આપી દેતા આ સાથે જ હવે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 35એ હટી ગઈ છે. 

અમિત શાહ તરફથી બહાર પડાયેલા નિવેદનમાં કહેવાયું છે કે લદ્દાખના લોકો લાંબા સમયથી માગણી કરી રહ્યાં હતાં કે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે. જેથી કરીને અહીં રહેતા લોકો પોતાના લક્ષ્યાંકો હાસલ કરી શકે. રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર રાજ્યમાં વિધાનસભા રહેશે. જ્યારે લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. 

આજે થઈ CCS અને કેબિનેટ કમિટીની બેઠક થઈ
સૂત્રો મુજબ એવા પણ અહેવાલો છે કે આ મુદ્દે પીએમ મોદી સાત ઓગસ્ટે દેશને સંબોધિત કરી શકે છે. આ અગાઉ પીએમ મોદીના આવાસ પર કેબિનેટની મહત્વની બેઠક થઈ. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે તણાવ જોવા મળી રહ્યો છે તે જોતા પ્રશાસને આજે જમ્મુમાં સવાર 6 વાગ્યાથી કલમ 144 લાગુ કરી છે. આ સાથે જ જમ્મુના 8 જિલ્લાઓમાં સીઆરપીએફની 40 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં સુરક્ષાદળોની 100 કંપનીઓ તહેનાત છે. આ ઉપરાંત શ્રીનગરમાં પણ કલમ 144 લાગુ છે. આજે સવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય  કેબિનેટની બેઠક પણ થઈ. આ ઉપરાંત આ બેઠક અગાઉ કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીની પણ બેઠક  થઈ. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં. 

 જાણો શું છે કલમ 35એ?
1. કલમ 35A રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 14 મે 1954ને લાગુ કરી.
2. તત્કાલિન સરકારે કલમ 370ની તાકાતનો ઉપયોગ કર્યો હતો. 
3. જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કલમ 35એ, કલમ 370નો ભાગ છે. 
4. રાષ્ટ્રપતિ દ્વારા પાસ થયા બાદ બંધારણમાં તે જોડાઈ હતી. 
5. જમ્મુ અને કાશ્મીરમાં બહારના રાજ્યોના લોકો સંપત્તિ ખરીદી શકતા નથી. 
6. 14 મે 1954ના રોજ રાજ્યમાં રહેતા લોકો જ ત્યાંના નાગરિકો ગણવામાં આવ્યાં. 1954થી 10 વર્ષ અગાઉ રહેતા નાગરિકો પણ રાજ્યના નાગરિકો ગણવામાં આવ્યાં. 
7. જમ્મુ અને કાશ્મીરની છોકરી રાજ્ય બહાર લગ્ન કરે તો રાજ્ય દ્વારા મળતા નાગરિકતા હક ખતમ થઈ જાય છે. લગ્ન કરે તો છોકરીના છોકરાઓને રાજ્યમાં અધિકાર મળતા નથી. 

કલમ 35એ હટાવવાની માગણી કેમ ઉઠી?

1. આ કલમને સંસદ દ્વારા લાગુ કરાઈ નથી.
2. આ કલમના કારણે ત્યાંના શરણાર્થીઓ અધિકારથી વંચિત છે. 
3. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને જમ્મુ અને કાશ્મીરની નાગરિકતા નથી મળી. 
4. તેમાં 80 ટકા લોકો પછાત અને દલિત હિન્દુ સમુદાયના લોકો છે. 
5. જમ્મુ અને કાશ્મીરમાં લગ્ન કરનારી મહિલાઓ સાથે ભેદભાવ થાય છે. 
6. ભારતીય નાગરિકોની સાથે જમ્મુ અને કાશ્મીરમાં ભેદભાવ થાય છે. 
7. જમ્મુ અને કાશ્મીરમાં બંધારણ દ્વારા મળેલા અધિકારી ખતમ થઈ જાય છે. 
8. બંધારણ સભાથી સંસદની કાર્યવાહી સુધી બિલનો ઉલ્લેખ નથી. 
9. કલમ 35એ માટે બંધારણ સંશોધન લાવવાનો ઉલ્લેખ સુદ્ધા નથી. 

જુઓ LIVE TV

આ કારણસર છે કલમ 370 વિવાદમાં 

1. જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હોય છે, ઝંડો  પણ અલગ હોય છે. 
2. J&Kમાં રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન અપરાધ ગણાતો નથી. 
3. દેશની સુપ્રીમ કોર્ટના તમામ આદેશ જમ્મુ અને કાશ્મીરમાં માન્ય હોતા નથી. 
4. સંસદ જમ્મુ અને કાશ્મીરને લઈને સીમિત ક્ષેત્રમાં જ કાયદો બનાવી શકે છે. 
5. રક્ષા, વિદેશ, સંચારને બાદ કરતા કેન્દ્રના કોઈ કાયદા આ રાજ્યમાં લાગુ થતા નથી. 
6. કેન્દ્રના કાયદાને લાગુ કરવા માટે J&K વિધાનસભાની સહમતી જરૂરી હોય છે. 
7. નાણાકીય ઈમરજન્સી માટે બંધારણની કલમ 360 જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હોતી નથી. 
8. કાશ્મીરમાં હિન્દુ-શીખ અલ્પસંખ્યકોને 16% અનામત મળતું નથી. 
9. જમ્મુ અને કાશ્મીરમાં 1976નો શહેરી જમીન કાયદો લાગુ પડતો નથી. 
10. કલમ 370ના કારણે કાશ્મીરમાં RTI અને RTE લાગુ થતા નથી. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષ નહીં પરંતુ 6 વર્ષનો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news