નવી દિલ્હી: રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રચાયેલા ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂકાદાના પગલામાં ફેરફારની માગ કરી છે. કેન્દ્ર સરકારે તેમની અરજીમાં કહ્યું કે અમે તો પ્રક્રિયાની જાણકારી આપી હતી કે CAGના રિપોર્ટ PAC તપાસ કરે છે. ત્યાર બાદ રિપોર્ટ સંસદમાં રાખવામાં આવશે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં લખ્યુ થે કે CAGની રિપોર્ટ PAC જોઇ ચુકી છે, રિપોર્ટ સંસદમા મુકવામાં આવી ચુકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: AgustaWestland કૌભાંડ: મિશેલની વકીલને ધરપકડનો ભય, કહ્યું- હું જાણું છું તેના ઘણા રહસ્યો


હકીકતમાં, શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે ચુકાદો આપતા કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી હતી. કોર્ટે તેમના ચુકાદામાં કહ્યું કે રાફેલ ડીલની પ્રક્રિયામાં કોઇ ખામી નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમના ચૂકાદામાં કહ્યું હતું કે અમે આ મામલે ત્રણ બિંદુ-ડીલ લાવાની પ્રક્રિયા, કીંમત અને ઓફસેટ પાર્ટનર પસંદગીની પ્રક્રિયા પર વિચાર કર્યો અને જાણવા મળ્યું કે કિંમતની સમીક્ષા કરતા કોર્ટનું કામ નથી જ્યારે એરક્રાફ્ટની જરૂરીયાતને લઇ કોઇ સંદેહ નથી.


વધુમાં વાંચો: જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં છે, ત્યાં ખેડૂતો પીડિત છે: પીએમ મોદી​


તમને જણાવી દઇએ કે રાફેલ મામલે બે વકીલ એમએલ શર્મા અને વિનીત ઢાંડા ઉપરાંત એક બીનસરકારી સંસ્થાએ જનહિત અરજી દાખલ કરી ડીલ પર સવાલ ઉઠાવતા તેને રદ કરવાની માગ કરી હતી. આ પહેલા સુનાવણી દરમિયાન સીજેઆઇ દ્વારા તપાસ કરવા પર વાયુસેનાના અધિકારી પણ કોર્ટમાં પહોંચ્યા હતા. એર વાઇસ માર્શલ ચલપતિ કોર્ટ નંબર એકમાં હાજર છે. સીજેઆઇ રંજન ગોગઇના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે રાફેલની જરૂરીયાત કેમ છે? કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ફ્રાંસની સરકારે 36 વિમાનોની કોઇ ગેરેંટી આપી નથી પરંતુ પ્રધાનમંત્રીએ લેટર ઓફ કમ્ફર્ટ જરૂર આપ્યો છે.


વધુમાં વાંચો: ખોટા આરોપ મૂકવા બદલ ઝી ન્યૂઝે નવજોત સિંહ સિદ્ધુને ફટકારી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ


આ આરોપો વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું અનુપાલન કરતા રાફેલ લડાકુ વિમાન ખરીદીની કિંમતનો વિગતો સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને આપી હતી. સરકારે 14 પેજના સોગંદનામામાં કહ્યું હતું કે રાફેલ વિમાન ખરીદીમાં સંરક્ષણ ખરીદી પ્રક્રિયા-2013ના અંતર્ગત નિર્ધારિત પ્રક્રિયાનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું છે. આ સોગંદનામાનું શિર્ષક 36 રાફેલ લડાકુ વિમાન ખરીદીના આદેશ આપવા માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં લીધેલા પગલાનું વિવરણ છે.


વધુમાં વાંચો: છત્તીસગઢ: સીએમના નામને લઇ કોંગ્રેસ દુવિધામાં, આવતી કાલે જાહેર કરશે નામ


એન્ડી સરકાર પર રાફેલ સોદાને લઇ વિપક્ષીઓએ આરોપ લગાવ્યો છે કે દરેક વિમાન લગભગ 1670 કરોડ રૂપિયામાં ખરીદી રહ્યાં છે. જ્યારે યૂપીએ સરકાર જ્યારે 126 રાફેલ વિમાનોની ખરીદી માટે વાતચીત કરી રહી હતી ત્યારે તેમણે તેને 536 કરોડ રૂપિયામાં આપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં બે વકીલો એમએલ શર્મા અને વિનીત ઢાંડા ઉપરાંત એક બીન સરકારી સંસ્થાએએ જનહિતમાં અરજી દાખલ કરી સોદા પર સવાલ ઉઠાવ્યો છે.


વધુમાં વાંચો: રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ, JPC તપાસની જરૂરીયાત નથી: અખિલેશ યાદવ


ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત 31 ઓક્ટોબરે સરકારના સીલબંધ કવરમાં રાફેલની કિંમત અને તેનાથી મળતા ફાયદાની વિગતો આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે સોદાના નિર્ણયની પ્રક્રિયા તેમજ ઇન્ડિયન ઓફસેટ પાર્ટનર પસંદગીની જેટલી પણ પ્રક્રિયા સાર્વજનિક કરવામા આવી શકે છે તેની વિગતો અરજીકર્તાઓને આપે. સરકારે આદેશનું અનુપાલ કરતા વિગતો આપી છે. સરકારે સોદાના નિર્ણય પ્રક્રિયાની જે વિગતો પક્ષકારોને આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, રાફેલમાં સંરક્ષણ ખરીદી સૌદાની નક્કી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે.


વધુમાં વાંચો: જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં ફરી શરૂ થઇ જશે ગુંડાગીરી અને હફ્તા વસૂલી: BJP MLA


36 રાફેલ વિમાનોની ખરીદીનો સોદો કરવા પહેલા ડિફેન્સ એક્યૂજિશન કાઉન્સિલ (ડીએસી)ની મંજૂરી લેવામાં આવી હતી. એટલું જ નહીં કરાર પહેલા ફ્રાંસની સાથે સોદો માટે ઇન્ડિયન નેગોસિએશન ટીમ (આઇએનટી)ની રચના કરાવામાં આવી હતી. જેમાં લગભગ એક વર્ષ સુધી સોદા પર વાતચીત કરવામાં આવી અને સોદા પર હસ્તાક્ષર પહેલા કેબિનેટ કમિટી આન સિક્યોરિટી (સીસીએ) તેમજ કામ્પીટેન્ટ ફાઇનેશિયલ ઓથોરીટિ (સીએફએ)ની મંજૂરી લેવામાં આવી હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અંહીં ક્લિક કરો...