મહારાષ્ટ્ર: આ ચૂંટણીમાં ભાજપ-NCPએ મિલાવ્યો હાથ, શિવસેનાને રાખી સત્તાથી દુર
એનસીપી-કોંગ્રેસની વચ્ચે કેટલીક સીટો છોડીને 40 સીટો પર સહમતી પણ બનાવી છે પરંતુ બીજી તરફ શિવસેના અને ભાજપ એકબીજાથી દુર થઇ રહ્યાં છે. એનસીપી પણ રાજકીય દાવ રમવામાં પાછળ નથી.
વિહંગ ઠાકુર, મુંબઇ: મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઇને મહાગઠબંધનની કવાયત ઝડપી થઇ ગઇ છે. એનસીપી-કોંગ્રેસની વચ્ચે કેટલીક સીટો છોડીને 40 સીટો પર સહમતી પણ બનાવી છે પરંતુ બીજી તરફ શિવસેના અને ભાજપ એકબીજાથી દુર થઇ રહ્યાં છે. એનસીપી પણ રાજકીય દાવ રમવામાં પાછળ નથી. મહારાષ્ટ્રના અહમદનગર નગર નિગમના મેયર પદની ચૂંટણીમાં રાજ્યના રાજકારણમાં ફરી એકવાર નવા રાજકીય સમકરણો ઉભા કર્યા છે. અહમદનગરમાં 14 કાઉન્સિલર્સવાળી ત્રીજા નંબરની પાર્ટી ભાજપે એનસીપીના 18 કાઉન્સિલર્સની મદદથી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી જીતી લીધી છે. 24 કાઉન્સિલર્સવાળી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સત્તાથી દૂર રખવામાં આવી છે.
વધુમાં વાંચો: ચૂંટણી પહેલા ખેડૂતો આપી મોદી સરકારે મોટી ભેટ, એગ્રી લોનનું વ્યાજ થશે માફ
જોકે અનસીપીના મેયર-ડેપ્યુટી મેયર ચૂંટણીમાં ભાજરની મદદ કરનાર દરેક 18 કાઉન્સિલર્સનું કારણ જણાવવા નોટિસ આપવામાં આવી છે. પરંતુ મોડી રાત સુધી આ એનસીપીએ કોઇ વ્હિપ જાહેર કર્યા નથી. તો ના ભાજપે તેમના કાઉન્સિલર્સને કોઇ વ્હિપ જાહેર કર્યા છે. માત્ર શિવસેનાએ તેમના કાઉન્સિલર્સને વ્હિપ જાહેર કર્યા હતા. જ્યારે 2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ભાજપ ઉભરી હતી પરંતુ બહુમતથી દૂર રહી તો એનસીપીએ વગર માગે સમર્થન આપ્યું હતું. શિવસેનાની મદદ વગર રાજ્યમાં ભાજપની સત્તા બની હતી.
વધુમાં વાંચો: ગગનયાન પ્લાન: ઇસરો પ્રથમ વખત મોકલશે ભારતીયને અવકાશમાં
ફરી એકવાર રાજકીય દાવ રમવામાં આવ્યા છે. મેયર પદ માટે ભાજપે બાબા સાહેબ વાકલે, શિવસેનાના બાલાસાહેબ બોરાટે, એનસીપીના સંપત બારસ્કરે ફોર્મ ફાઇલ કર્યું હતું. એનસીપીના મેયર પદના ઉમેદવાર સંપત બારસ્કરે આજે તેમનું નામનંક પરત ખેચ્યું છે. એનસીપીના 18 કાઉન્સિલર્સના સમર્થનથી ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર પદ જીતી લીધું છે. બસપાના 3 કાઉન્સિલર્સે પણ ભાજપનો સાથ આપ્યો છે. ત્યારે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું કે ભાજપને સમર્થન આપનાર કાઉન્સિલર્સને કારણ જણાવવા નોટિસ આપવામાં આવી છે. પાર્ટી આ 18 કાઉન્સિલર્સ પર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.
કોણ છે સંજય બારુ? જેમની ’ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’થી કોંગ્રેસમાં ભડકો થયો
ભાજપ નેતા અને રાજ્યના મંત્રી ગિરીશ મહાજનનું કહેવું છે કે, અમારા અહમદનગરના જૂના સહયોગી (શિવસેના) દળે અમારી પાસે મદદ માગી નથી. જો તેઓ મદદ માગતા તો અમે તેમનું સમર્થન કરતા. અહીંયા કોઇપણ એક દળને બહુમત નથી પરંતુ સરકાર બનાવવા જરૂરી હતું. અમને મોટા દિલથી એનસીપીએ સહયોગ આપ્યો છે. અમે તેમને આભાર માનીએ છે. ત્યારે શિવસેનાના પૂર્વ ધારાસભ્ય અનિલ રાઠોડે ભાજપની જીત પર કહ્યું કે તેમાં સોદાબાજી થઇ છે.