`શિયાળામાં સ્વાઇન ફ્લૂની જેમ ઝડપથી ફેલાય શકે છે કોરોના`. એમ્સના ડાયરેક્ટરે કર્યા એલર્ટ
ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, યૂપી સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. પરિણામ તે છે કે દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં.
સ્વાઇન ફ્લૂની જેમ ઝડપથી ફેલાશે કોરોના
ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા અભ્યાસ કરવામાં આવ્યો છે.
બિહારઃ કોંગ્રેસ ઓફિસ પર આઈટીના દરોડા, કારમાં મળ્યા 8 લાખ રૂપિયા
પ્રધાનમંત્રીએ કહ્યું- જ્યાં સુધી વેક્સિન નહીં સાવધાની જરૂરી
મંગળવારે સાંજે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કબીરદાસના દોહા 'પકી ખેતી દેખિકે, ગરબ કિયા કિસાન. અજહૂં ઝોલા બહુત હૈ, ઘર આવૈ તબ જાન..'નો ઉલ્લેખ કરતા સમજાવ્યું કે, પાકો પાક જોઈને કેટલાક લોકો અતિ આત્મવિશ્વાસથી ભરાય જાય છે કે હવે તો કામ થઈ ગયું. પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ સફળતા ન મળી જાય, ત્યાં સુધી બેદરકારી ન કરવી જોઈએ. જ્યાં સુધી આ મહામારીની વેક્સિન ન આવી જાય, આપણે આ લડાઈને નબળી પડવા દેવી નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube