બિહારઃ કોંગ્રેસ ઓફિસ પર આઈટીના દરોડા, કારમાં મળ્યા 8 લાખ રૂપિયા, સુરજેવાલાની પૂછપરછ કરાઈ


આઈટીની ટીમે કોંગ્રેસ ઓફિસમાં નોટિસ લગાવી દીધી છે. તો શક્તિ સિંહ ગોહિલે કહ્યુ કે, મને ખબર નથી કે કોના પૈસા છે. જાણકારી અનુસાર આઈડીની રેડ આશરે એક કલાક ચાલી હતી. 

બિહારઃ કોંગ્રેસ ઓફિસ પર આઈટીના દરોડા, કારમાં મળ્યા 8 લાખ રૂપિયા, સુરજેવાલાની પૂછપરછ કરાઈ

પટનાઃ આવકવેરા વિભાગની ટીમે બિહારની રાજધાની પટનામાં કોંગ્રેસ ઓફિસ સદાકત આશ્રમમાં દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગને અહીં પર એક કારમાં 8 લાખ રૂપિયા મળ્યા છે. આ મામલામાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને બિહારના પ્રભાવી શક્તિ સિંગ ગોહિલની પૂછપરછ કરવામાં આવી છે. 

આઈટીની ટીમે કોંગ્રેસ ઓફિસમાં નોટિસ લગાવી દીધી છે. તો શક્તિ સિંહ ગોહિલે કહ્યુ કે, મને ખબર નથી કે કોના પૈસા છે. જાણકારી અનુસાર આઈડીની રેડ આશરે એક કલાક ચાલી હતી. 

આવકવેરા વિભાગે આ મામલામાં એક વ્યક્તિને ઝડપ્યો છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે, પૈસા પટનામાં કોઈને આપવાના હતા. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસે આ મામલે જવાબ માગ્યો છે. આઈટીએ કોંગ્રેસને સવાલ કર્યો કે, ફંડ ક્યાંથી આવ્યું અને ક્યા નેતાએ ઝડપાયેલા વ્યક્તિને પૈસા આપ્યા. 

— ANI (@ANI) October 22, 2020

શક્તિ સિંહ ગોહિલનો આવકવેરા વિભાગ પર પ્રહાર
તો શક્તિ સિંગ ગોહિલે આવકવેરા વિભાગને નિશાના પર લીધું છે. તેમણે કહ્યુ કે, પરિસરની બહાર એક ગાડીમાંથી પૈસા જપ્ત થયા બાદ આવકવેરા વિભાગે નોટિસ આપી છે. પરિસરની અંદરથી પૈસા મળ્યા નથી. અમે સહયોગ કરીશું. 

કોંગ્રેસ નેતાએ કહ્યું કે રક્સૌલથી ભાજપના ઉમેદવાર પાસેથી 22 કિલો સોનું, 2.5 કિલો ચાંદી જપ્ત થઈ છે. આવકવેરા વિભાગ ત્યાં કેમ જતું નથી.

Bihar Election: ચિરાગનો CM નીતીશ પર હુમલો, PMના આશીર્વાદ લઈને લાલૂના શરણમાં ન જતા રહે સાહેબ

કોંગ્રેસ ઓફિસમાંથી કેશ જપ્ત થયા બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરા માંઝીએ કહ્યુ કે, સરકાર બન્યા પહેલા જ મહાગઠબંધનના નેતા લૂટફાટ કરવામાં લાગ્યા છે. આવકવેરા વિભાગ મહાગઠબંધનના નેતાઓેને ત્યાં દરોડા પાડે, ત્યાં અબજો રૂપિયા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news