અલીગઢઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections 2022) નજીક આવતા આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસી  (Asaduddin Owaisi) સતત ભાજપ પર હુમલો કરી રહ્યા છે. અલીગઢમાં 'શોષિત વંચિત સમાજ સંમેલન'ને સંબોધિત કરતા ઓવૈસીએ કંગના રનૌત (Kangana Ranaut) ના 2014 બાદ આઝાદી મળવાના કથિત નિવેદન પર નિશાન સાધ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'હિન્દુ વોત ભાજપના થઈ ગયા છે'
એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કહ્યુ- પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશને પૂછવા ઈચ્છુ છું કે દેશ 1947માં આઝાદ થયો હતો કે 2014માં? ઓવૈસીએ કહ્યુ- કંગના જેવું નિવેદન મુસલમાને આપ્યું હોત તો તેને ગોળી મારી દેત. હવે મોદી-યોગી કંગનાના નિવેદનને દેશદ્રોહ માનશે? મુસલમાનોને એક થવાનું આહ્વાન કરતા ઓવૈસીએ કહ્યુ- હિન્દુ વોટ ભાજપના થઈ ગયા છે. મુસ્લિમ વોટ તેના માટે કોઈ કિંમત રાખતા નથી. 


આ પણ વાંચોઃ પ્રથમવાર ઇઝરાયલની યાત્રા પર જશે ભારતીય સેના પ્રમુખ નરવણે, જાણે કેમ ખાસ છે આ પ્રવાસ?


અમિત શાહ પર નિશાન
ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યુ- અમિત શાહને મુસલમાનોનું નામ લીધા વગર નિંદર આવતી નથી. આઝમ ખાને યાદ કરે છે તો અમિત શાહ કાસગંજના અલ્તાફને કેમ યાદ કરી રહ્યા નથી. જો તે હિન્દુ હોત તો યોગી આદિત્યનાથ પહોંચી ગયા હોત. પોલીસકર્મીઓને માત્ર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પરંતુ તેમના પર હત્યાનો કેસ દાખલ થવો જોઈએ. 


મુસલમાનોના મતની કિંમત નથી
ઓવૈસીએ કહ્યુ- હું ભારતના બંધારણના લોકતંત્રને માનુ છું. પરંતુ મુસલમાનોના મતની કોઈ કિંમત નથી, જો હોત તો અમિત શાહ મુસલમાનો પર ટિપ્પણી કરત નહીં. આઝમ ખાન જેલમાં ન હોત. હું ખુબ નારા સાંભળી ચુક્યો છું, આ નારાને મતમાં પરિવર્તિત કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube