500 new aircraft: ટાટા સન્સ સાથેના જોડાયા પછી એર ઈન્ડિયાણની પ્રગતિ થઈ રહી છે. એર ઈન્ડિયા તેની એરલાઈન્સનું સતત વિસ્તરણ કરી રહી છે. એર ઈન્ડિયા એરલાઈન્સથી લઈને નવા એરક્રાફ્ટ ખરીદવા માટે સતત આગળ વધી રહી છે. હવે એવિએશન સેક્ટરમાં સૌથી મોટી ડીલ એર ઈન્ડિયા કરી રહી છે. એર ઈન્ડિયાએ એક નહીં, બે નહીં પરંતુ 500 નવા એરક્રાફ્ટ ખરીદવાનો સોદો કર્યો છે. એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે કંપનીએ 500 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. તમને જણાવી દઈએ કે એવિએશનના ઈતિહાસમાં આ સૌથી મોટો એરક્રાફ્ટ ઓર્ડર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી
આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી

આ પણ વાંચો: સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો


એર ઈન્ડિયાએ આ ડીલ 100 અબજ ડોલરથી વધુમાં કરી છે. કંપનીએ આ માટે ફ્રાન્સની એરબસ અને અમેરિકાની બોઈંગ સાથે ડીલ કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો એર ઈન્ડિયાએ 430 નેરો બોડી અને 70 વાઈડ બોડી પ્લેનનો ઓર્ડર આપ્યો છે. જેમાં એરબસ પાસેથી 280 એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. જેમાં 210 સિંગલ-આઈજલ અને 40 વાઈડ બોડી એરક્રાફ્ટ હશે. એરબસ ઉપરાંત બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટ ખરીદવાની યોજના છે. જેમાં 737 મેક્સ નેરોબોડી જેટ, 787 વાઈડબોડી 777XS એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ વિશેની માહિતી કંપની આવતા અઠવાડિયે શેર કરશે.

આ પણ વાંચો: દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
આ પણ વાંચો:  Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા


મળતાં સમાચાર અનુસાર, એર ઈન્ડિયા આ પ્લેનની મદદથી પોતાને વિશ્વ કક્ષાની એરલાઈન્સ બનાવવાની દિશામાં કામ કરશે. તે જ સમયે, એર ઈન્ડિયાની ઓછી કિંમતની એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસ સર્વિસના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એર ઈન્ડિયાએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી આપી.


આ પણ વાંચો: ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
આ પણ વાંચો: મા લક્ષ્મી ઘરમાં કરશે પૈસાનો વરસાદ, માત્ર આ જાપથી ભરાશે ધનના ભંડાર
 


મહત્વનું છે કે ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયા એસબીઆઈ અને બેંક ઓફ બરોડા પાસેથી 18 હજાર કરોડ રૂપિયાની લોન લેવા જઈ રહી છે. એર ઈન્ડિયા ટૂંકા ગાળામાં તેની હાલની લોનને રિ ફાઈનાન્સ કરવા માટે કરશે. એર ઈન્ડિયા તેના એક્સપાન્શન યોજના પર કામ કરી રહી છે. એરલાઈન્સ સમયસર કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફ્લાઈટમાં મુસાફરો માટે સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. સિંગાપોર એરલાઈન્સે ટાટા સાથેના તેના જોઈન્ટ વેન્ચર વિસ્તારનું મર્જર એર ઈન્ડિયામાં કરવાની જાહેરાત કરી છે.


આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube