નવી દિલ્હીઃ પ્રદૂષણ ભારત માટે મોટી સમસ્યા બની રહ્યું છે. ઠંડીની સીઝનમાં આ સમસ્યા સૌથી વધુ હોય છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ દિલ્હી-એનસીઆરના શહેરોમાં હોય છે. હાલમાં શિકાગો યુનિવર્સિટીએ જે રિપોર્ટ જાહેર કર્યો છે તે પ્રમાણે ભારત દુનિયાના બીજા સૌથી વધુ પ્રદૂષિત દેશમાંથી એક છે. એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સ નામના આ રિપોર્ટમાં નક્કી કરવામાં આવે છે કે જો પ્રદૂષણનું સ્તર નક્કી માપદંડોથી વધુ છે તો ત્યાં રહેનાર લોકોની ઉંમર પર કેટલી ખરાબ અસર પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યા શહેરમાં કેટલી ઉંમર ઘટી રહી છે
મંગળવારે જાહેર આ રિપોર્ટ પ્રમાણે પ્રદૂષણને કારણે દિલ્હી અને એનસીઆરમાં રહેનાર લોકોની ઉંમર સરેરાશ 10 વર્ષ ઘટી રહી છે, જ્યારે ઉત્તર ભારતમાં રહેનારની ઉંમર 7 વર્ષ 6 મહિના ઘટી રહી છે. જો ભારતની વાત કરીએ તો પ્રદૂષણને કારણે લોકોની એવરેજ ઉંમરમાં ઓછામાં ઓછા 5 વર્ષનો ઘટાડો થયો છે. 
તેનો મતલબ છે કે જો તમે સામાન્ય પરિસ્થિતિઓમાં 70 વર્ષ જીવો છો તો દિલ્હીમાં રહેનાર વ્યક્તિ માત્ર પ્રદૂષણને કારણે 60 વર્ષ જ જીવી શકશે, જ્યારે ભારતના બીજા ભાગમાં રહેનાર વ્યક્તિ 70 વર્ષ જીવવાની જગ્યાએ 65 વર્ષ સુધી જીવી શકશે. 


આ પણ વાંચોઃ ભારત શાશ્વત છે કારણ કે તે સંતોની ધરતી છે: PM મોદી


ભારતમાં ક્યાંય નથી સ્વચ્છ હતા
રિપોર્ટ પ્રમાણે દેશમાં એકપણ એવી જગ્યા નથી જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્વચ્છ હવાના માપદંડો પર ખરી ઉતરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે પીએમ 2.5નું સ્તર 5 માઇક્રોગ્રામ પર ક્યૂબિક મીટરથી ઓછુ હોવું જોઈએ જ્યારે ભારતમાં 63 ટકા વસ્તી એવી જગ્યા પર રહે છે જે ભારતના બનાવેલા ખુદના માપદંડ 40 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી વધુ પ્રદૂષણ સહન કરી રહી છે અને તેથી આ વસ્તી પર સૌથી વધુ ખતરો છે. 


HIV AIDS થી પણ વધુ જીવલેણ થયું પ્રદૂષણ
ભારતમાં આ સમયે પ્રદૂષણને જ જીવનો સૌથી મોટો ખતરો માનવામાં આવે છે, આ રિપોર્ટમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે પ્રદૂષણ જ્યાં એવરેજ કોઈપણ ઉંમરને પાંચ વર્ષ ઘટાડે છે તો ભારતમાં કુપોષણને કારણે ઉંમર લગભગ 1 વર્ષ 8 મહિના ઘટે છે. જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે તો તેની ઉંમર એવરેજ 1.5 વર્ષ ઘટી જાય છે. દારૂના સેવનથી થનાર નુકસાનના મુકાબલે પ્રદૂષણ ભારતમાં 3 ગણુ વધુ નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં એચઆઈવી એડ્સના મુકાબલે આ નુકસાન 6 ગણું વધુ છે. 


આ પણ વાંચોઃ Live In માં રહેતા લોકોને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, બાળકો મામલે શું કહ્યું એ પણ જાણો


આતંકવાદ અને તોફાનોથી વધુ મોત
આ સ્ટડી રિપોર્ટમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે આતંકવાદ અને તોફાનોમાં જેટલા લોકો માર્યા જાય છે તેનાથી 89 ગણા વધુ લોકો માત્ર વાયુ પ્રદૂષણને કારણે મોતને ભેટે છે. 1998 બાદ અત્યાર સુધી ભારતમાં વાર્ષિક પાર્ટિકુલેટ પોલ્યૂશન એટલે કે પીએમ 2.5 નું સ્તર 61.4% વધી ગયું છે, આ કારણે લોકોની એવરેજ ઉંમર ઘટી રહી છે. 2013 બાદ દુનિયામાં જેટલું પ્રદૂષણ થયું છે તેમાં 44 ટકા યોગદાન ભારતનું છે. ભારતની 40 ટકા વસ્તી જે ઉત્તર ભારતમાં રહે છે તે પ્રદૂષણને કારણે પોતાની ઉંમર 7.30 વર્ષ ગુમાવી રહી છે. લખનઉનું ઉદાહરણ આપતા રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું કે જો ભારતમાં પ્રદૂષણનું સ્તર આવું જ રહ્યું તો લખનઉના નિવાસી પોતાની સરેરાશ ઉંમરના 9.5 વર્ષ ગુમાવી દેશે. 


ભારતમાં બીજા નંબર પર બિહાર
શિકાગો યુનિવર્સિટીના આ રિપોર્ટમાં એક ગ્રાફ દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે જો વસ્તી પ્રમાણે જોવામાં આવે તો દિલ્હી એનસીઆરમાં રહેનાર દરેક વ્યક્તિ પ્રદૂષણનો સામનો કઈ રીતે કરે છે. ભારતમાં દિલ્હી બાદ બીજો  નંબર બિહારનો છે, જ્યાં પીએમ 2.5નું સ્તર પ્રતિ વ્યક્તિ લગભગ 86 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર છે. હરિયાણામાં પ્રદૂષણ 80 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર છે. આ રીતે પશ્ચિમ બંગાળમાં આ સ્તર 65 છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube