ભારત શાશ્વત છે કારણ કે તે સંતોની ધરતી છે: PM મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણે ખાતે દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ધાટન કર્યું. 

ભારત શાશ્વત છે કારણ કે તે સંતોની ધરતી છે: PM મોદી

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણે ખાતે દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મમાં સૌથી દુર્લભ સંતોનો સત્સંગછે. સંતોની કૃપા અનુભૂતિ થઈ ગઈ તો ઈશ્વરની અનુભૂતિ આપોઆપ થઈ જાય છે. આજે દેહુની આ પવિત્ર તીર્થ ભૂમિ પર આવીને મને આવી જ અનુભૂતિ થઈ રહી છે. 

પીએમ મોદીએ કહ્યું કે તાજેતરમાં થોડા મહિના પહેલા મને પાલકી માર્ગમાં 2 રાષ્ટ્રીય રાજમાર્ગને ફોરલેન કરવા માટે શિલાન્યાસ કરવાની તક મળી હતી. શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગનું નિર્માણ 5 તબક્કામાં થશે અને સંત તુકારામ પાલકી માર્ગનું નિર્માણ 3 તબક્કામાં પૂરું કરાશે. તેમણે એમ પણ કહ્યું કે દેહુનું શિલા મંદિર ભક્તિની શક્તિનું એક કેન્દ્ર હોવાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક ભવિષ્યને પણ પ્રશસ્ત કરે છે. આ પવિત્ર સ્થાનનું પુર્નનિર્માણ કરવા બદલ હું મંદિર ન્યાસ અને તમામ ભક્તોનો આભાર માનું છું. 

ભારત શાસ્વત છે, કારણ કે સંતોની ધરતી છે-પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત શાશ્વત છે કારણ કે ભારત સંતોની ધરતી છે. દરેક યુગમાં આપણા ત્યા, દેશ અને સમાજને દિશા દેખાડવા માટે કોઈને કોઈ મહાન આત્માનો જન્મ થતો રહ્યો છે. આજે દેશ સંત કબીરદાસની જયંતી ઉજવી રહ્યો છે. 

हर युग में हमारे यहां, देश और समाज को दिशा देने के लिए कोई न कोई महान आत्मा अवतरित होती रही है।

आज देश संत कबीरदास की जयंती मना रहा है।

— BJP (@BJP4India) June 14, 2022

તેમણે કહ્યું કે સંત તુકારામજીની દયા, કરુણા અને સેવાનો તે પાઠ તેમના 'અભંગો' તરીકે આજે પણ આપણી પાસે છે. આ અભંગોએ આપણી પેઢીને પ્રેરણા આપી છે. જે ભંગ નથી થતું, જે સમય સાથે શાશ્વત અને પ્રાસંગિક રહે છે તે જ તો અભંગ હોય છે. સંત તુકારામજી કહેતા હતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ ખુબ મોટું પાપ છે. તેમનો આ ઉપદેશજેટલો જરૂરી ભગવતભક્તિ માટે છે, તેનાથી પણ મહત્વપૂર્ણ રાષ્ટ્રભક્તિ અને સમાજભક્તિ માટે પણ છે. 

સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મંત્ર પર આગળ વધી રહ્યો છે. સરકારની દરેક યોજનાનો લાભ દરેકને કોઈ પણ ભેદભાવ વગર મળી રહ્યો છે.

સંતોની મહત્વની ભૂમિકા
તેમણે  કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાષ્ટ્રનાયકના જીવનમાં પણ તુકારામજી જેવા સંતોએ મહત્વની ભૂમિકા ભજવી. આઝાદીની લડતમાં વીર સાવરકરજીને જ્યારે સજા થઈ, ત્યારે જેલમાં તેઓ હથકડીને ચિપલીની જેમ વગાડીને તુકારામજીના અભંગ ગાતા હતા. 

જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news