મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shivsena) -એનસીપી અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડીની સરકારનો આજે શપથ ગ્રહણ યોજાવવા જઇ રહ્યો છે. આજે મુખ્યમંત્રી સહિત 7 મંત્રીઓના શપથ ગ્રહણ થવાના છે. બુધવાર સુધી એવાસ અમાચાર હતા કે એનસીપી પ્રમુખ ભત્રીજા અજિત પવાર (Ajit Pawar) ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. પરંતુ સૂત્રોના હવાલેથી સમાચાર મળી રહ્ય છે કે શરદ પવારની રણનિતી હેઠળ અજિત પવારના શપથ ગ્રહણ નહી થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું જણાવવામાં આવી રહ્યું છે કે આજે શપથ લેનાર નેતાઓમાં શિવસેનામાંથી એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લેશે. તો બીજી તરફ એનસીપી કોટામાંથી છગન ભુજબળ અને જયંત પાટિલ લઇ શકે છે. કોંગ્રેસ મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને પૂર્વ સીએમ અશોક ચૌહાણ મંત્રી પદની શપથ લઇ શકે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે 23 નવેમ્બરના રોજ દેવેન્દ્ર (Devendra Fadnavis) એ મુખ્યમંત્રી અને એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. પછી કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. કોર્તે 27 નવેમ્બરના રોજ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો પરંતુ આવતી કાલે બપોરે ત્રણ વાગે અજિત પવારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું. પછી દેવેન્દ્ર ફડણવીસે પોતાનું રાજીનામું આપી દીધું.


(Shivsena) -કોંગ્રેસ-એનસીપીના વરિષ્ઠ નેતાઓની બેઠક થઇ. શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) વચ્ચે ચર્ચા. મંત્રી મંડળને લઇને અંતિમ કર્ચા થઇ. આજે દરેક પાર્ટીના એક અથવા બે મંત્રી હશે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે આ જાણકારી આપતાં જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારમાં ફક્ત એક ડેપ્યુટી સીએમ હશે અને તે એનસીપીમાંથી હશે. સ્પીકર પદ કોંગ્રેસ પદ આપવામાં આવ્યું છે જ્યારે ડેપ્યુટી સ્પીકર એનસીપીનું હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube