નવી દિલ્હી : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કેમ્પસમાં ફી વધારા વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટીચર્સ અને વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટનામાં ગૃહ મંત્રાલયે ખાસ રિપોર્ટ માગ્યો છે. JNUમાં થયેલી હિંસાના પગલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના કમિશનર અમૂલ્ય પટનાયક સાથે વાતચીત કરી છે અને હાલમાં તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે રવિવારે રાત્રે પરિસરમાં થયેલી હિંસા વિશે તાત્કાલિક રિપોર્ટ માગ્યો છે. આ સિવાય માનવ સંસાધન મંત્રાલય પર આ ઘટના પર નજર રાખી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JNU હિંસા : પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ચાવવા પડ્યા લોઢાના ચણા 


જેએનયુમાં બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જેએનયુમાં હિંસાની ઘટનાથી ખુબ જ વ્યથીત છું. વિદ્યાર્થીઓને ખુબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે. પોલીસ ઝડપથી જેએનયુમાં હિંસા અટકાવે અને શાંતિ સ્થાપિત કરે. જો વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસની અંદર પણ સુરક્ષીત નથી તો પછી દેશ પ્રગતી કઇ રીતે કરશે. 


JNUમાં હિંસા: કેજરીવાલે કહ્યું કે, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં પણ સુરક્ષીત નથી


આ ઘટનાની વિગતો જોઈએ તો ઘટનાની વિગતો જોઈએ તો JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ  આરએસએસનાં વિદ્યાર્થી એકમ એબીવીપી પર લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફી વધારાનાં નિર્ણય વિરુદ્ધ બે મહિનાથી જેએનયુનાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આઇશીએ મીડિયાને જણાવ્યું કે, મારી પર માસ્ક પહેરીને આવેલા ગુંડાઓએ હુમલો કર્યો. મારુ લોહી વહી રહ્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર લેફટનાં વિદ્યાર્થી એકમનાં કાર્યકર્તા અને જેએનયુનાં ટીચર્સ ફી વધારાનાં મુદ્દે પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન મારપીટ થઇ છે. આ અથડામણ પછી અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ (ABVP) એ લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠન SFI, DSF અને આઇસા પર એબીવીપીનાં કાર્યકર્તાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જેએનયુમાં એબીવીપીનાં અધ્યક્ષ દુર્ગેશ કુમારે કહ્યું કે, જેએનયુમાં એબીવીપીનાં કાર્યકર્તાઓ પર લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠનો એસએફઆઇ, આઇસા અને ડીએસએફ સાથે જોડાયેલા લોકોએ હુમલો કર્યો છે. આ હુમલા એબીવીપી સાથે જોડાયેલા આશરે 15 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...