abvp

વડોદરાની MS યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, 10 કર્મચારી કોરોનાની ચપેટમાં

જેમાં અધ્યાપક, બિન શૈક્ષણિક સ્ટાફ સહિતના કર્મચારીઓને કોરોના વળગ્યો છે. ત્યારે એબીવીપીના વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીને સેનેટાઇઝ કરવાની કામગીરી કરી રહ્યા છે. 

Apr 20, 2021, 11:17 AM IST

મતદાન પહેલા મોડાસામાં કોંગ્રેસી કાર્યકર્તા અને પોલીસ વચ્ચે થઈ બબાલ

  • મોડાસામાં મોડી રાત્રે બબાલની ઘટના બની છે. મોડી રાત્રે કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું

Feb 28, 2021, 08:25 AM IST

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવીમાં ઝડપાયો

  • કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર હર્ષઆદિત્ય પરીક્ષાખંડમાં મોબાઈલ લઈને ગયો હતો.
  • આખરે કાલે CCTV સામે આવતા GLS કોલેજ તરફથી યુનિવર્સિટીમાં લેખિત ફરિયાદ આપવાની ABVP ને બાંહેધરી અપાઈ

Sep 11, 2020, 03:43 PM IST

હાથમાં વિવિધ પોસ્ટરો સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ફરી ABVPનું વિરોધ પ્રદર્શન

આજે એબીવીપીના કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું ચે. નકલી નોટ સાથે કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી પહોંચીને વિરોધ કર્યો હતો. 

Jul 20, 2020, 12:59 PM IST

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કુલપતિનું બેસણું યોજ્યું, વિરોધ પ્રદર્શન યથાવત

ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, તેને બદલવાની માગ સાથે એબીવીપીના કાર્યકરો માગ કરી રહ્યાં છે. 

Jul 15, 2020, 04:00 PM IST

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું

ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક અઠવાડિયાથી ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે ABVP ના કાર્યકરોએ કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાના ફોટાવાળું પૂતળા લાવવામાં આવ્યું હતું. પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવવામાં આવ્યું હતું.નાટક દરમિયાન પૂતળાના માથાના ભાગમાંથી 500 રૂપિયાની નોટ, કોંગ્રેસનો ખેસ અને કેટલાક કાગળ કાઢવામાં આવ્યા હતા. 

Jul 8, 2020, 02:25 PM IST

ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, કર્યો પ્રવેશ શુદ્ધિ યજ્ઞ

ગુજરાત યુનિવર્સીટીના વીસી, પ્રોવીસી, રજીસ્ટ્રાર અને શિક્ષણમંત્રીને ભગવાન સદબુદ્ધિ આપે... તમામને ભ્રષ્ટાચારમાંથી મુક્ત રાખે જેવા મંત્રોચ્ચાર કરી રામધૂન કરી હતી. 

Jul 6, 2020, 02:43 PM IST
Fatafat News: Gujarat University Welfare 9 Seat Results Declared PT21M31S

ફટાફટ ન્યૂઝ: ગુજરાત યુનિ.ની વેલફેરની 9 બેઠકનું પરિણામ જાહેર

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક અને NSUI એ ભવ્ય વિજય મેળવ્યો છે. ABVP માત્ર 2 બેઠક પર જીતી છે અને સેનેટમાં કારમો પરાજય થયો છે. જો કે શરમજનક પરાજય છતા કેમ્પસમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ડીજે બોલાવીને ઉજવણી કરવામાં આવી હતી.

Mar 9, 2020, 09:50 PM IST
Conflict Between NSUI And ABVP For DJ At Gujarat University Campus PT14M

ગુજરાત યુનિ.માં ડીજે મામલે હોબાળો, પોલીસે કર્યો લાઠી ચાર્જ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ડીજે વગાડવા મામલે હોબાળો થયો હતો. NSUI-ABVPના કાર્યકરો સામ-સામે ડીજે વગાડી રહ્યા હતા. પોલીસની સમજાવટ બાદ પણ કાર્યકરો માન્યા નથી. પોલીસે કાર્યકરો પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો.

Mar 9, 2020, 08:30 PM IST

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું પરિણામ: ABVP 2 બેઠક છતા વિજય સરઘસ કાઢ્યું

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક અને NSUI એ ભવ્ય વિજય મેળવ્યો છે.  ABVP માત્ર 2 બેઠક પર જીતી છે અને સેનેટમાં કારમો પરાજય થયો છે. જો કે શરમજનક પરાજય છતા કેમ્પસમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ડીજે બોલાવીને ઉજવણી કરવામાં આવી હતી. માત્ર યુજી કોમર્સ અને પીજી સાયન્સ જ એબીવીપી જીતી શક્યું હતું. ભાજપ યુવા મોરચાનાં નેતાઓએ ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ વિજય સરઘસ દરમિયાન ABVP અને NSUI ના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.

Mar 9, 2020, 03:10 PM IST
ABVP chaos Ahmedabad PT2M12S

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ બંધનું એલાન

ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પોલિટેક્નિક તથા એન્જીનીયરીંગ કોલેજોની બેઠકો ઘટાડવાના નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું. ABVPના કાર્યકરો દ્વારા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો... કેટલીક કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ ન રહેતા ABVPના કાર્યકરોએ આર.સી. ટેક્નિકલ કોલેજ તેમજ આંબાવાડી સ્થિત પોલીટેકનિક કોલેજ ખાતે હોબાળો મચાવ્યો હતો.

Feb 28, 2020, 05:50 PM IST
Swoosh Between ABVP And NSUI At Gujarat University PT3M56S

ગુજરાત યુનિવર્સિટીમાં ABVP અને NSUIએ મચાવ્યો હોબાળો

ગુજરાત યુનિવર્સીટી વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેર ચૂંટણી મામલે ABVPના કાર્યકરોએ યુનિવર્સીટીમાં હોબાળો મચાવ્યો હતો. મતદાર યાદીમાં રહેલા છબરડામાં સુધારો ન થતા વિરોધ કર્યો હતો. કુલપતિએ શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે કમિટી બનાવી છે.

Feb 11, 2020, 06:10 PM IST
ABVP Protests In Mehsana's Dudhsagar Dairy PT4M5S

મહેસાણાની દૂધસાગર ડેરીમાં ABVPનું વિરોધ પ્રદર્શન

મહેસાણા દૂધ સાગર ડેરીની એક સંસ્થા દ્વારા 4 વર્ષ પહેલા એક કોર્ષ ગણપત યુનિવર્સીટીમાં શરુ કર્યો હતો. જેમાં જાહેરાત મુકવામાં આવી હતી કે ભણતર બાદ નોકરી આપવામાં આવશે. જેથી તોતિંગ ફી ઉઘરાવ્યા બાદ નોકરી ન આપવાનું કહીને ડેરીએ વિદ્યાર્થીઓના 4 વર્ષ ખરાબ કાર્યનું જાણ થતાની સાથે જ આજે વિધાર્થીઓ દ્વારા આંદોલન શરુ કર્યું હતું.

Feb 5, 2020, 06:30 PM IST
Mahesana Dudhsagar Dairy abvp activists video on zee 24 kalak PT4M2S

મહેસાણા: દૂધસાગર ડેરીમાં ABVPના કાર્યકરો અને ડેરી સંચાલકો વચ્ચે ઘર્ષણ

મહેસાણાની દૂધસાગર ડેરીમાં ABVPના કાર્યકરો અને દૂધ સાગર ડેરના સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું. 76 વિદ્યાર્થીઓને નોકરી ન મળતા ABVPએ નોંધાવ્યો વિરોધ. ડેરીની અંદર પ્રવેશવા મામલે સર્જાયું ઘર્ષણ.

Feb 5, 2020, 02:50 PM IST
Clashes Between ABVP And NSUI In Ahmedabad PT4M55S

અમદાવાદમાં ABVP અને NSUI વચ્ચે ઉગ્ર બોલાચાલી

ગુજરાત યુનિવર્સીટીમાં સેનેટ અને વેલ્ફેર ચૂંટણીની અંતિમ ક્ષણોમાં મતદાર યાદી જમા કરાવવાને લઈ ઉગ્ર બોલચાલી થઇ હતી. Abvp અને nsui વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલી વધુ ઉગ્રના બને તે પહેલા પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

Jan 25, 2020, 05:55 PM IST
Gujarat University Student Senate and Welfare Election watch video zee 24 kalak PT12M56S

ગુજરાત યુનિ. વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણી: ABVP અને NSUI વચ્ચે જામશે જંગ

ગુજરાત યુનિવર્સીટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચુંટણીનો મામલો. ચૂંટણીને લઈને ABVP અને NSUI વચ્ચે જામશે જંગ. ચૂંટણી માટે કોલેજો તરફથી મતદાર યાદી મોકલવાનો આજે અંતિમ દિવસ છે. મતદાર યાદીને લઈને બંને પક્ષો કેટલીક કોલેજો પર કરી રહ્યા છે આક્ષેપ. જુઓ ખાસ અહેવાલ.

Jan 25, 2020, 12:00 PM IST

JNU હિંસાઃ દિલ્હી પોલીસે છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષની કરી પૂછપરછ

પોલીસે આ બધાને નોટિસ પાઠવી હતી. આ પહેલા દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી પોલીસની સાથે રાજ્ય સરકાર, વોટ્સએપ, ગૂગલ અને એપલને જેએનયૂમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા સંબંધિત ડેટા અને સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવા  જવાબ માગ્યો હતો. 
 

Jan 13, 2020, 05:57 PM IST

ABVP દ્વારા ગુજરાત વિદ્યાપીઠ બહાર JNU હિંસાના વિરોધમાં સુત્રોચ્ચાર

આજે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ બહાર abvpના કાર્યકરો દ્વારા બેનરો લઈ વિરોધ કરી રહ્યા છે. જેમાં JNUમાં હિંસા અંગે દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ બાદ અમદાવાદમાં ABVPનો વિરોધ કેવા આવી રહ્યો છે. તેઓ ડાબેરીઓને લાલ આંતંકીઓ ગણાવી વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં થયેલી હિંસા અંગે abvpની માંગ છે કે દોષીતો સામે કાર્યવાહી થવી જોઈએ. જો કે અમદાવાદમાં હિંસા કરનાર ગુંડાઓની અટકાયત ના થવા અંગે abvp એ મૌન જ પાળ્યું હતું.

Jan 11, 2020, 04:24 PM IST
delhi police declare accused of JNU attack PT3M19S

દિલ્હી પોલીસે JNUમાં હિંસાના આરોપીઓની ઓળખ કરી

દિલ્હી પોલીસે ગત રવિવારે JNU માં હિંસાના આરોપીઓની ઓળખ કરી છે. અત્યાર સુધી એક પણ આરોપીઓને ધરપકડમાં લેવાયા ન હતા. ત્યારે આવનારા દિવસોમાં તમામ ની અટકાયત કરી પૂછતાછ કરાશે તેવું દિલ્હી પોલીસે જણાવ્યું. ઓળખ કરાયેલ આરોપીઓમાં JNUSU અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ સામેલ છે.

Jan 10, 2020, 09:30 PM IST

કોંગ્રેસે CAA-NRC મુદ્દે લઘુમતી સમુદાય અને દેશનાં લોકોને માત્ર ગેરમાર્ગે જ દોર્યા

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું. 

Jan 10, 2020, 06:46 PM IST