નરેન્દ્ર મોદીએ CM-PM તરીકે 20 વર્ષ પૂરા કરવા પર અમિત શાહે આપી શુભેચ્છા, વિપક્ષ પર નિશાન
તેમણે કહ્યું કે, આજના દિવસે નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાળના 20 વર્ષ પૂરા કર્યા છે. 2014મા જનતાએ 30 વર્ષ બાદ કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમતની સરકાર બનાવવાની તક આપી, એનડીએની સરકાર બની અને પ્રથમવાર પૂર્ણ બહુમતની સાથે કોઈ બિન કોંગ્રેસી પાર્ટીના નેતા પ્રધાનમંત્રી બન્યા હતા.
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન પ્રતિનિધિના રૂપમાં તેમના 20મા વર્ષના શરૂઆત માટે શુભેચ્છા આપી છે. સાત મિનિટના વીડિયોમાં અમિત શાહે કહ્યુ કે, નરેન્દ્ર મોદી સરકારે દેશની સુરક્ષા માટે કામ કર્યું, પછી તે એર સ્ટ્રાઇક હોય કે સર્જિકલ સ્ટ્રાઇક, અનેક પગલા ભરીને વિશ્વભરમાં સ્થાપિત કર્યું કે, ભારતની સરહદોને સરળતાથી ન લઈ શકાય.
તેમણે કહ્યું કે, આજના દિવસે નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાળના 20 વર્ષ પૂરા કર્યા છે. 2014મા જનતાએ 30 વર્ષ બાદ કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમતની સરકાર બનાવવાની તક આપી, એનડીએની સરકાર બની અને પ્રથમવાર પૂર્ણ બહુમતની સાથે કોઈ બિન કોંગ્રેસી પાર્ટીના નેતા પ્રધાનમંત્રી બન્યા હતા.
અમિત શાહે કહ્યુ કે, મોદીજીએ 60 કરોડ ગરીબોના કલ્યાણ માટે પાછુ વળીને જોયુ નથી. તેમને વોટબેંક સમજવાની જગ્યાએ સરકાર તેના પ્રત્યે સંવેદનાથી અને હાથ પકડીને ઉપર ઉઠાવવા આગળ આવી.
બિહાર ચૂંટણીઃ JDUએ જાહેર કરી 115 ઉમેદવારોની યાદી, પૂર્વ DGP ગુપ્તેશ્વર પાન્ડેયને ટિકિટ નહીં
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ 130 કરોડ જનતાની આકાંક્ષાને યોગ્ય રીતે સમજી શકે છે અને પોતાના વિચારથી તે સશક્ત, આધુનિક તથા આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી રહ્યાં છે. મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી બન્યા બાદના યોગદાનનો ઉલ્લેખ કરતા આજે ઘણા ટ્વીટ કર્યા છે. તેમણે લખ્યુ કે, 7 ઓક્ટોબર દેશના ઈતિહાસમાં એક ખુબ મહત્વપૂર્ણ દિવસ છે. 2001મા આજના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા અને તે દિવસથી શરૂ થયું રોકાયા વગર, આરામ કર્યા વગર દરરોજ દેશહિત અને જનસેવામાં સમર્પિત એક એવી સફર જેણે નવા-નવા માપદંડો સ્થાપિત કર્યા.
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, જો કોઈ 130 કરોડો ભારતીયોની આકાંક્ષાઓને સમજી શકે છે તો તે નરેન્દ્ર મોદી છે. પોતાના દૂરદર્શી વિચારથી તેઓ એવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જે સશક્ત, આધુનિક તથા આત્મનિર્ભર હોય. એક જનપ્રતિનિધિના રૂપમાં તેમના 20મા વર્ષ પર તેમને શુભેચ્છા આપુ છું.
હાથરસ કેસઃ ગામ છોડવા ઈચ્છે છે પીડિતાનો પરિવાર, કહ્યું- અમને ધમકી મળે છે
શાહે કહ્યુ કે, તે ભલે ભુજના ભયાનક ભૂકંપમાંથી બહાર નિકળી વિકાસપથ પર અગ્રેસર કરવાનું હોય કે ગુજરાતને શાંતિ અને ભાઈચારાનું પ્રતિક બનાવવું હોય કે પોતાના પરિશ્રમ અને દૂરદર્શી વિચારથી દેશને વિકાસ તથા પ્રગતિનું એક ગુજરાત મોડલ આપવાનું હોય, આ માત્રને માત્ર મોદીજીની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજી પ્રદેશમાં વિકાસની ક્રાંતિ લાવ્યા અને હવે પ્રધાનમંત્રીના રૂપમાં વિભિન્ન ઐતિહાસિક યોજનાઓ તથા કાર્યોથી કરોડો ગરીબ, કિસાન, મહિલા તથા સમાજના વંચિત વર્ગને સશક્ત કરીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાગી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીજી 7 ઓક્ટોબર 2001મા પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube