બિહાર ચૂંટણીઃ JDUએ જાહેર કરી 115 ઉમેદવારોની યાદી, પૂર્વ DGP ગુપ્તેશ્વર પાન્ડેયને ટિકિટ નહીં
બિહાર વિધાનસભા ચૂંટણી માટે જેડીયૂએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેડીયૂના મહાસચિવ આરસીપી સિંહે કહ્યુ કે, આ યાદીમાં તમામ વર્ગના લોકોને સામેલ કરવામાં આવ્યા છે.
Trending Photos
પટનાઃ એનડીએમાં સીટ વહેંચણી બાદ બિહારમાં રાજકીય મુકાબલો ખુબ રસપ્રદ થઈ ગયો છે. પહેલા ફેઝ માટે 8 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. તો જેડીયૂએ પોતાના ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરી દીધી છે. જેડીયૂના ખાતામાં 115 સીટ આવી છે. જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વરિષ્ઠ નારાયણ સિંહે બધા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ તકે નીતીશ સરકારના કામોની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વરિષ્ઠ નારાયણ સિંહે મીડિયા સાથે વાત કરતા નીતીશ સરકારની સિદ્ધિઓને ગણાવી છે. તેમણે કહ્યુ કે, બિહારમાં હવે ગામ ગામ સુધી વીજળી અને રસ્તા પહોંચી ગયા છે. કેન્દ્રની મોદી સરકારની યોજનાઓ ગરીબો સુધી પહોંચી છે. વરિષ્ઠ નારાયણ સિંહે કહ્યુ કે, અમે ચૂંટણી ગઠબંધનની સાથે લડી રહ્યાં છીએ. અમે મોટા અંતરથી જીતીશું. અમે સેવાનો ભાવ લઈને લોકોની વચ્ચે જઈ રહ્યાં છીએ.
पार्टी द्वारा विधानसभा चुनाव के लिए जारी अधिकृत प्रत्याशियों की सूची
👇👇👇 pic.twitter.com/lNES16VrZu
— Janata Dal (United) (@Jduonline) October 7, 2020
જેડીયૂના મુખ્ય મહાસચિવ આરસીપી સિંહે કહ્યુ કે, અમે જે 115 ઉમેદવારોની યાદી તૈયાર કરી છે, તેમાં બધા વર્ગ અને સમાજના લોકોને જગ્યા આપવામાં આવી છે. આ વખતે અમારા નેતાએ મહિલા સશક્તિકરણ પર ભાર આપ્યો છે. મહિલાઓની મોટી ભાગીદારી છે.
હાથરસ કેસઃ ગામ છોડવા ઈચ્છે છે પીડિતાનો પરિવાર, કહ્યું- અમને ધમકી મળે છે
ચિરાગ પર કોઈ વાત નહીં
તો જેડીયૂની પત્રકાર પરિષદમાં નેતાઓએ મીડિયા સાથે કોઈ વાત કરી નથી. માત્ર પોતાની વાત રાખીને પત્રકાર પરિષદ પૂરી કરી દેવામાં આવી. આ દરમિયાન માત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે