Mahant Narendra Giri Death Case: આનંદ ગિરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
Narendra Giri Death Case: મહંતના મોત મામલામાં પોલીસે આનંદ ગિરીની 12 કલાક પૂછપરછ કરી છે. સૂત્રો પ્રમાણે સ્યુસાઇડ નોટ દેખાડી આનંદ ગિરીની પોલીસના અલગ-અલગ અધિકારીઓએ પૂછપરછ કરી છે.
નવી દિલ્હીઃ Mahant Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરી (Narendra Giri) ન મામલામાં આનંદ ગિરી (Anand Giri) ને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા મહંતના મોત મામલામાં આનંદ ગિરીની પોલીસે 12 કલાક પૂછપરછ કરી હતી. સૂત્રો પ્રમાણે સ્યુસાઇડ નોટ દેખાડી આનંદ ગિરીની પોલીસના અલગ-અલગ અધિકારીઓએ પૂછપરછ કરી, આનંદ ગિરીએ કહ્યુ કે, મને ફસાવવામાં આવી રહ્યા છે. તપાસ થવી જોઈએ.
મહત્વનું છે કે પ્રયાગરાજની CJM કોર્ટે આનંદ ગિરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. આ સિવાય હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીને પણ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બંનેને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ બાઘંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરિને અપાઈ ભૂ-સમાધિ, સાધુ સંતોની ભારે ભીડ ઉમટી
નરેન્દ્ર ગિરીને તેમની ઈચ્છા મુજબ ભૂ-સમાધિ આપવામાં આવી
મહંત નરેન્દ્ર ગિરીને પ્રયાગરાજમાં તેમની ઈચ્છા પ્રમાણે ભૂ સમાધિ આપવામાં આવી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહંત નરેન્દ્ર ગિરીના દર્શન માટે પહોંચ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરીના મોતથી બે પ્રશ્નો ઉભા થયા છે. પ્રથમ કે નરેન્દ્ર ગિરીનું મોત હત્યા કે આત્મહત્યા અને બીજો સવાલ છે કે હવે મહંત નરેન્દ્ર ગિરીની ગાદીના ઉત્તરાધિકારી કોણ હશે? ઉત્તરાધિકારી તરીકે જે નામ સામે આવી રહ્યુ છે તે છે બલવીર ગિરી. પરંતુ બલવીર ગિરીના નિવેદન બદલવાથી તેમના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. અખાડા પરિષદે સત્તાવાર રીતે બલવીર ગિરીના નામની જાહેરાત હાલ ટાળી દીધી છે. તેવામાં સવાલ છે કે શું બલવીર ગિરી મઠના નવા ઉત્તરાધિકારી હશે કે કોઈ અન્ય?
મહત્વનું છે કે મહંત નરેન્દ્ર ગિરીએ સ્યુસાઇડ નોટમાં પોતાના શિષ્ય બલવીર ગિરીને ઉત્તરાધિકારી બનાવવાની વાત લખી હતી, તેમણે પોતાના ગુરૂના લખાણ પર બે અલગ-અલગ નિવેદન આપ્યા છે. બલવીર ગિરીએ કાલે સ્યુસાઇડ નોટ બાદ કહ્યુ હતુ કે આ ગુરૂજીનું લખાણ છે. પરંતુ આજે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે હેન્ડરાઇટિંગને ઓખળવાનો ઇનકાર કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube