લખનઉઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી ઘટના બાદ વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. તો સરકારનું કહેવું છે કે યૂપીમાં વિદેશી ફન્ડિંગ દ્વારા જાતિય તોફાનો કરાવવાનું ષડયંત્ર રચી રહી છે. આ બધા વચ્ચે એક તરફ અનુસૂચિત જાતિ એક સાથે છે તો બીજીતરફ કેટલાક સંગઠન આરોપીઓ તરફ જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં તાજા જાણકારી પ્રમાણે નિર્ભયા કેસમાં બધા બળાત્કારીઓનો કેસ લડનાર વકીલ એપી સિંહ હવે હાથરસ કેસમાં આરોપીઓ તરફથી વકીલ તરીકે કેસ લડશે. આરોપીઓની વકાલત માટે એપી સિંહને અખિલ ભારતીય ક્ષેત્રિય મહાસભા દ્વારા વકીલ નિમણૂક કરવામાં આવ્યા છે. 


પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા રાજા માનવેન્દ્ર સિંહ તરફથી એપી સિંહને હાથરસના આરોપીઓનો કેસ લડવા માટે કહેવામાં આવ્યું છે. માનવેન્દ્ર સિંહે જારી કરેલા પત્રમાં કહ્યુ કે, અખિલ ભારતીય ક્ષેત્રિય મહાસભા પૈસા ભેગા કરી વકીલ એપી સિંહની ફી ભરશે. 


J&K: રાજૌરીમાં પાકે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, સેનાના જેસીઓ શહીદ


આ પત્રમાં કહેવામાં આવ્યું કે, હાથરસ કેસના માધ્યમથી એસસી-એસટી એક્ટનો દુરૂપયોગ કરીને સવર્ણ સમાજને બદનામ કરવામાં આવી રહ્યાં છે, જેથી ખાસ કરીને રાજપૂત સમાજ ખુબ દુખી છે. તેવામાં આ મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે કેસની દલીલો આરોપી દ્વારા એપી સિંહ દ્વારા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં જાણકારી પ્રમાણે હાથરસ કેસના આરોપીઓના પરિવાર તરપથી પણ એપી સિંહને આ મામલામાં કેસ લડવા માટે કહેવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube