ચીન સામે તણાવ વચ્ચે લદ્દાખ પહોંચ્યા સેના પ્રમુખ નરવણે, શું છે સંકેત?
છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ જોવા મળી રહ્યો છે. ભારતે એકવાર ફરી ચીનની ઘુષણખોરીની વાત કહી છે. ત્યારબાદ સેના પ્રમુખે લદ્દાખમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે.
લદ્દાખઃ ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચીનની દરેક ચાલનો ભારતીય જાંબાઝ વળતો જવાબ આપી રહ્યાં છે. આ વચ્ચે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે આજે સવારે લદ્દાખ પહોંચ્યા છે. જ્યાં તેમણે દક્ષિણ પેન્ગોંગ અને અન્ય સ્થળો પર સ્થિતિનું નિરીક્ષણ કર્યું.
છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદ જોવા મળી રહ્યો છે. ભારતે એકવાર ફરી ચીનની ઘુષણખોરીની વાત કહી છે. ત્યારબાદ હવે સેના પ્રમુખે લદ્દાખમાં સ્થિતિની માહિતી મેળવી છે. અહીં નરવણેએ ઓપરેશનલ મુદ્દાઓ અને જમીનની સ્થિતિની સમીક્ષા કરી કરી. તો સરબદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે દિલ્હીમાં પણ બેઠકોનો દોર જારી છે.
નોર્થ ફિંગર 4
આ વચ્ચે ભારતે લદ્દાખમાં પેન્ગોંગ વિસ્તારમાં નોર્થ ફિંગર 4ને ફરીથી પોતાના કબજામાં લઈ લીધી છે. જૂન મહિના બાદ પ્રથમવાર ભારતીય સેનાના કબજામાં આ વિસ્તાર સંપૂર્ણ પણે આવી ગયો છે. હવે અહીંથી સૌથી નજીકની ચીની પોસ્ટ ફિંગર 4ના ઈસ્ટ ભાગમાં છે, જે ભારતીય સેનાની પોઝિશનથી થોડા મીટરના અંતરે છે.
Covid-19 Updates: દેશમાં કોરોનાએ ચિંતા વધારી, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 83,883 નવા કેસ
ચીનનું ષડયંત્ર નિષ્ફળ
મહત્વનું છે કે 29-30 ઓગસ્ટે ચીને લદ્દાખના પેન્ગોંગ લેક વિસ્તારમાં ઘુષણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય જવાનોએ નિષ્ફળ કરી દીધો હતો. હકીકતમાં ભારતીય સેનાને 29 ઓગસ્ટની રાત્રે એલએસીની તરફ પેન્ગોંગ લેકના દક્ષિણી કિનારે કંઇક શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળી હતી. આ ચીની સૈનિકોનો કાફલો હતો, જેમાં ઘણી જીપ અને એસયૂવી સામેલ હતી. આ વિસ્તારમાં પહેલાથી તૈનાત ભારતીય સેનાના જવાનોએ તત્કાલ સક્રિયતા દેખાડી અને ઝડપથી પહાડો પર ચઢીને પોતાનો મોરચો સંભાળી લીધો હતો.
બ્રિગેડિયર સ્તરની બેઠક
તો તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીનની વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. બુધવારે પણ બ્રિગેડિયર સ્તરની વાતચીત થઈ હતી. પરંતુ કોઈ મજબૂત પરિણામ સામે આવ્યું નથી. 29-30 ઓગસ્ટની રાત્રે ચીન તરફથી ઘુષણખોરીનો જે પ્રયાસ થયો હતો, ત્યારબાદ બ્રિગેડ કમાન્ડર લેવલની વાતચીત શરૂ થઈ હતી, પરંતુ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube