Covid-19 Updates: દેશમાં કોરોનાએ ચિંતા વધારી, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 83,883 નવા કેસ
Corona in India News: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યાં છે. દરરોજ રેકોર્ડ સંખ્યામાં સામે આવી રહેલા પોઝિટિવ કેસે ચિંતા વધારી દીધી છે. રાજધાની દિલ્હીમાં બુધવારે બે હજારથી વધુ કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. પાછલા સપ્તાહે રવિવારે એક દિવસમાં સૌથી વધુ 80 હજાર નવા કેસ નોંધાયા હતો. પરંતુ હવે છેલ્લા 24 કલાકમાં 83,883 નવા સંક્રમિતો સામે આવ્યા છે. આ વિશ્વના કોઈપણ દેશમાં એક દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. તેની પહેલા અમેરિકામાં એક દિવસમાં સૌથી વધુ 77 હજાર કેસ નોંધાયા હતા. પાછલા એક દિવસમાં આ જીવલેણ કોરોનાથી 1043 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
એક દિવસમાં સૌથી વધુ કેસ
રાજધાની દિલ્હીમાં 55 દિવસ બાદ ફરીથી 2500થી વધુ સામે આવેલા કેસે ચિંતા વધારી દીધી છે. અનલોક 4 લાગૂ થયા બાદ ઘણા પ્રતિબંધોમાં ઢીલ અપાવાથી નવા કેસોની આશંકા તો હતી પરંતુ કેટલાક રાજ્યોમાં તો ઝડપથી કેસની સંખ્યા વધી રહી છે. આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 83,883 નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 38,53,407 સુધી પહોંચી ગઈ છે. રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 29,70,493 લોકો બીમારીથી સાજા થઈ ચુક્યા છે. કોરોના મહામારીથી અત્યાર સુધી દેશમાં 67,376 લોકોના મૃત્યુ થયા છે.
જાણો ક્યા રાજ્યમાં કેટલા દર્દી
રાજ્ય | એક્ટિવ કેસ | સાજા થયા | મોત | |
1 | આંદામાન નિકોબાર | 381 | 2758 | 47 |
2 | આંદ્રપ્રદેશ | 103076 | 348330 | 4125 |
3 | અરુણાચલ પ્રદેશ | 1278 | 3075 | 7 |
4 | આસામ | 26227 | 88729 | 323 |
5 | બિહાર | 17001 | 123794 | 646 |
6 | ચંદીગ. | 2060 | 2670 | 59 |
7 | છત્તીસગ. | 17164 | 18120 | 299 |
8 | દાદરા અને નગર હવેલી / દમણ અને દીવ | 292 | 2141 | 2 |
9 | દિલ્હી | 16502 | 158586 | 4441 |
10 | ગોવા | 4349 | 14059 | 204 |
11 | ગુજરાત | 15913 | 79929 | 3046 |
12 | હરિયાણા | 12622 | 54875 | 721 |
13 | હિમાચલ પ્રદેશ | 1613 | 4760 | 43 |
14 | જમ્મુ કાશ્મીર | 8053 | 30079 | 732 |
15 | ઝારખંડ | 14677 | 29747 | 438 |
16 | કર્ણાટક | 94478 | 260913 | 5950 |
17 | કેરળ | 21989 | 55778 | 305 |
18 | લદાખ | 743 | 2007 | 35 |
19 | મધ્યપ્રદેશ | 14337 | 51124 | 1453 |
20 | મહારાષ્ટ્ર | 202048 | 598496 | 25195 |
21 | મણિપુર | 1878 | 4607 | 29 |
22 | મેઘાલય | 1181 | 1318 | 13 |
23 | મિઝોરમ | 359 | 661 | 0 |
24 | નાગાલેન્ડ | 785 | 3223 | 9 |
25 | ઓડિશા | 25193 | 84073 | 514 |
26 | પુડ્ડુચેરી | 4936 | 9968 | 253 |
27 | પંજાબ | 15629 | 39742 | 1668 |
28 | રાજસ્થાન | 12919 | 70674 | 1081 |
29 | સિક્કિમ | 431 | 1269 | 4 |
30 | તામિલનાડુ | 52380 | 380063 | 7516 |
31 | તેલંગાણા | 32537 | 100013 | 856 |
32 | ત્રિપુરા | 5133 | 8033 | 126 |
33 | ઉત્તરાખંડ | 6442 | 14501 | 291 |
34 | ઉત્તરપ્રદેશ | 56459 | 181364 | 3616 |
35 | પશ્ચિમ બંગાળ | 24445 | 140913 | 3339 |
કુલ | 815538 | 2970492 | 67376 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે