મુંબઇ: રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની મુશ્કેલીમાં વધારો થયો છે. બોમ્બે હાઈ કોર્ટે અર્નબને આજે પણ રાહત આપી નહીં. જામીન અરજી પર આગામી સુનાવણી આવતી કાલે એટલે કે શનિવારના બપોરે 12 વાગે થશે. તમને જણાવી દઇએ કે, અર્નબ ગોસ્વામીએ ઇન્ટીરિયર ડિઝાઇનરને કથિત આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં પોતાની ધરપકડને 'ગેરકાયદેસર' ગણાવી બોમ્બે હાઇ કોર્ટમાં તેની વિરૂદ્ધ એક અરજી દાખલ કરી છે. તેમણે મહારાષ્ટ્રમાં અલીબાગ પોલીસ દ્વારા તેમની વિરૂદ્ધ નોંધાયેલ પ્રાથમિક ફરિયાદને રદ કરવાની અપીલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાયમૂર્તિ એસએસ શિંદે અન ન્યાયમૂર્તિ એએસ કાર્નિકની એક બેંચે કહ્યુપં કે, તેઓ સમયની અછતના કારણે સુનાવણી શનિવારના ચાલુ રાખશે. કોર્ટે કહ્યું, અમે આ મામલે સુનાવણી માટે વિશેષ રીતે શનિવાર બપોરે બેસીશું.


આ પણ વાંચો:- નાઈક પરિવારને ધમકી: હું અર્નબ છું! હું તમને દેખાડીશ કે હું શું કરી શકુ છું


કોના કહેવા પર રીઓપન થયો અન્વય નાઇકનો કેસ
અર્બનની ધરપકડ મામલે રાયગઢ પોલીસના એક અધિકારીએ શુક્રવારના માનવાધિકાર આયોગની સામે રજૂ થયા. ત્યારબાજ આયોગે તેમને પૂછ્યુ કે, અન્વય નાઇકના કેસને કોના કહેવા પર રીઓપન કર્યો છે. આ સંબંધિત દસ્તાવેજોની સાથે તેમણે મંગળવાર (10 નવેમ્બર)ના રજૂ થવા માટે કહ્યું છે. તમને જણાવી દઇએ કે, અર્નબ તરફથી ફરિયાદ નોંધવામાં આવી હતી કે, તેમની ધરપકડ દરમિયાન માનવાધિકારનો ઉલ્લંઘન થયો.


આ પણ વાંચો:- મહારાષ્ટ્ર સરકારે 'ઓપરેશન અર્નબ' માટે બનાવી હતી 40 સભ્યોની ટીમ?


રાયગઢ પોલીસે રિમાન્ડ માટે દાખલ કરી અરજી
તો બીજી તરફ રાયગઢની અલીબાગ કોર્ટમાં પોલીસે રિવ્યૂ અરજી દાખલ કરી છે. આ અરજી અર્નબની પોલીસ રિમાન્ડ મેળવવા માટેની છે. બુધવારના કોર્ટે પોલીસ રિમાન્ડની જગ્યાએ ગોસ્વામીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. તેમની સામે અલીબાગ પોલીસે કોર્ટમાં રિવ્યૂ અરજી દાખલ કરી, જેને કોર્ટે સ્વીકાર કરી છે. તેના પર 7 નવેમ્બરના સુનાવણી થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube