મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં અનેક રાજકીય ઉથલપાથલ વચ્ચે હિન્દુત્વનો ઝંડો લઈને ફરતી શિવસેના (Shivsena) એ ભાજપનો સાથ છોડી કોંગ્રેસ (Congress)  અને એનસીપી (NCP) સાથે મળીને સરકાર બનાવી લીધી. જેની અસર હવે જોવા મળી રહી હોય તેવું લાગે છે. મુંબઇના ધારાવીમાં બુધવારે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં લગભગ 400 જેટલા શિવસેના કાર્યકરોએ પાર્ટીનો સાથ છોડીને કેસરિયો ધારણ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉન્નાવ: 90% દાઝી ગયેલી દુષ્કર્મ પીડિતાએ એક કિમી સુધી ચાલીને લગાવી હતી મદદ માટે ગુહાર


ભારતીય જનતા પાર્ટી (BJP) ની સદસ્યતા લીધી. શિવસેના છોડીને ભાજપમાં સામેલ થયેલા કાર્યકર રમેશ નદેશનનું કહેવું છે કે શિવસેનાએ હિન્દુ વિરોધી અને ભ્રષ્ટ પક્ષો સાથે હાથ મિલાવ્યો છે. જેના કારણે અમે નારાજ છીએ. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને ગઠબંધન કર્યું છે જે મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi) નામે સત્તામાં છે. ત્રણેય પક્ષોએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ને મુખ્યમંત્રી બનાવવા માટે સહમતિ આપી હતી. 


ભારતનો સૌથી રહસ્યમય કિલ્લો, અચાનક આખી જાન થઈ ગઈ હતી ગાયબ


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube