ncp

મહારાષ્ટ્રમાં વિભાગોની ફાળવણી, જાણો CM ઉદ્ધવ ઠાકરેએ પુત્ર આદિત્યને કઈ જવાબદારી સોંપી

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારના પહેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ આખરે વિભાગોની ફાળવણી થઈ ગઈ. શનિવારે મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓના વિભાગોની ફાળવણીને આખરી ઓપ અપાયો અને રવિવારે ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ વિભાગોની ફાળવણીને લઈને મુખ્યમંત્રી તરફથી  કરાયેલી ભલામણોનો સ્વીકાર કરી લીધો. 

Jan 5, 2020, 11:55 AM IST

રાજ્યસભામાં આ વર્ષે 73 સીટો થશે ખાલી, તેમ છતાં પણ BJP બહુમતથી રહેશે દૂર

વર્ષ-2020માં માત્ર યૂપીની 10 સીટો ખાલી થશે. રાજ્યમાં ભાજપની સરકાર છે, તેથી મોટા ભાગની સીટો તેના ખાતામાં જશે. અહીં સૌથી વધુ નુકસાન સમાજવાદી પાર્ટીને થશે. 
 

Jan 4, 2020, 09:53 PM IST

મહારાષ્ટ્ર: 2 સૌથી મોટા મંદિર પર કંટ્રોલ મેળવવા શિવસેના-કોંગ્રેસ-NCPમાં જબરદસ્ત ખેંચતાણ

મહારાષ્ટ્રમાં મંત્રીઓની સંખ્યા, મલાઈદાર મંત્રાલયોની પરસ્પર જબરદસ્ત ખેંચતાણ બાદ કોંગ્રેસ-શિવેસના-એનસીપીએ આખરે વહેંચણી તો કરી લીધી. પરંતુ હવે મહારાષ્ટ્રના સૌથી મોટા બે મંદિરો પર નિયંત્રણને લઈને ખેંચતાણ ચાલુ છે.

Jan 3, 2020, 07:25 AM IST

મહારાષ્ટ્ર સરકાર 10 રૂપિયામાં ગરીબોને આપશે 'શિવ' ભોજન

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે શિવભોજન યોજનામાં હવે ગરીબ લોકોને દસ રૂપિયામાં ભોજન કરાવશે. પ્રદેશની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારે શિવભોજન નામની યોજના રાજ્યનાં દરેક જિલ્લામાં ચાલુ કરવાનું ફરમાન બહાર પાડ્યું છે. જો કે તેની શરતો પણ જાણવા જેવી છે. મહાઅઘાડી સરકાર દ્વારા અપાયેલા આદેશમાં પ્રદેશનાં તમામ જિલ્લાઓમાં એક કેન્દ્ર ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રદેશમાં તમામ જિલ્લામાં એક સેન્ટર સરકાર ખોલશે. પરંતુ સૌથી મોટી શરત છે કે ભોજનની થાળી આખો દિવસ માત્ર એક જ વખત આપવામાં આવશે. સરકારી થાળી કેન્દ્ર પર 12થી 2 વાગ્યા વચ્ચે આપવામાં આવશે. 

Jan 2, 2020, 11:55 PM IST

મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી મુદ્દે ભડકો, અજીત પવારનું મહત્વનું નિવેદન

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં પોતાના ઇચ્છીત વિભાગ નહી મળવાનાં રિપોર્ટોથી કોંગ્રેસ અને શિવસેનાનાં અનેક મંત્રી નારાજ હોવાનું સામે આવ્યું છે. જો કે રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજીત પવારે એવા સમાચારોને નકારી દીધા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)  નેતાએ કહ્યું કે, કોઇ પણ તેનાથી નાખુશ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રીમંડલ  વિસ્તારનાં બે દિવસ પછી પણ વિભાગોની વહેંચણી થઇ શકી નથી. બુધવારે ગઠબંધનના સહયોગી સિવસેના, એનસીપી અને કોંગ્રેસનાં નેતાઓનાં વિભાગોની ફાળવણી મુદ્દે વાતચીત કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ અઘાડીનાં નેતાઓની સાથે બેઠક બાદ ડેપ્યુટી સીએમ પવારને જણાવ્યું કે કયા મંત્રીને કઇ જવાબદારી સોંપવામાં આવવી જોઇએ. આ અંગે અમે ચર્ચા કરી લીધી છે. ગુરૂવારે પોર્ટફોલિયો ઓર્ડર ઇશ્યુ કરવામાં આવશે.

Jan 1, 2020, 11:48 PM IST

દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી મહારાષ્ટ્રમાં સત્તાના મામલે સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અગાડીની સરકાર બન્યા બાદથી મંત્રીમંડળમાં કયા નેતાના જગ્યા મળે છે, તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી. સોમવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો. એનસીપી ક્વોટમાંથી 12,  શિવસેનાના 10 અને કોંગ્રેસના 8 મંત્રીઓને મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી. પરંતુ કોંગ્રેસ આ ફોરમ્યુલાથી ખુશ નથી તેવી ચર્ચા હવે રહી-રહીને ઉઠી રહી છે.

Jan 1, 2020, 05:47 PM IST

Maharashtra: મહાવિકાસ આઘાડીમાં ફાટફૂટ!, મંત્રીપદ ન મળતા NCPના દિગ્ગજ નેતા નારાજ, રાજીનામાની જાહેરાત

મહારાષ્ટ્રના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રકાશ સોલંકે (Prakash Solanke)  આજે પોતાનું રાજીનામું સોંપી શકે છે. પ્રદેશની બિડ જિલ્લાના માઝલગાંવ સીટથી એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકે ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી ન બનાવવાના કારણે નારાજ છે.

Dec 31, 2019, 02:26 PM IST
Ajit Pawar Take A Oath As Deputy CM Of Maharashtra PT6M1S

મહારાષ્ટ્રના Dy.CM તરીકે NCPના અજિત પવારે લીધા શપથ

મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. અજિત પવારે આ અગાઉ ભાજપની સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમના શપથ લીધા હતાં.

Dec 30, 2019, 04:45 PM IST

મહારાષ્ટ્રમાં પરિવારવાળી સરકાર, અજિત બન્યા ડે.CM, આદિત્યને મળ્યું કેબિનેટ મંત્રીનું પદ

મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. અજિત પવારે આ અગાઉ ભાજપની સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમના શપથ લીધા હતાં.

Dec 30, 2019, 01:13 PM IST

CM ઉદ્ધવ કાલે કરશે મંત્રીમંડળનો વિસ્તાર, કોંગ્રેસના 12 મંત્રી લેશે શપથ

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર  પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવાના છે. સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના 12 ધારાસભ્યો પ્રદેશના મંત્રી પદના શપથ લેશે. મંત્રીઓના નામ પર રવિવારે નિર્ણય થઈ ગયો છે. આ મંત્રીઓમાંથી 10 મંત્રી કેબિનેટ રેન્કના હશે. 
 

Dec 29, 2019, 08:56 PM IST

Maharashtra Updates: અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં બની શકે છે Dy CM

Maharashtra News: મહારાષ્ટ્રમાં ભાજપને ટક્કર આપી એનસીપી શિવસેના અને કોંગ્રેસે ગઠબંધનની સરકાર બનાવી છે. આ સંજોગોમાં ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર ચર્ચામાં આવી છે. એનસીપી સાથે પકડ દાવ રમનાર નેતા અજિત પવાર રાજ્યના ડેપ્યૂટી સીએમ બની શકે છે. 

Dec 24, 2019, 06:13 PM IST

નાગરિકતા કાયદા મુદ્દે બરાબર ફસાઈ શિવસેના, CM ઉદ્ધવ ઠાકરે ધર્મસંકટમાં!, કરે તો શું કરે?

જો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના દબાણમાં આવશે તો પાર્ટીની હિન્દુત્વની વિચારધારાની છબીને નુકસાન પહોંચશે અને જો લાગુ ન કરે તો કોંગ્રેસ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આખરે ઉદ્ધવ કરે તો શું કરે?

Dec 14, 2019, 09:23 PM IST

મહારાષ્ટ્ર સરકારમાં ખાતાઓની ફાળવણી, એકનાથ શિંદેને ગૃહ અને જયંત પાટિલને નાણા મંત્રાલય

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકારમાં આખરે મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ. આ ફાળવણીમાં શિવસેના પાસે મહત્વના ખાતા ગયા છે.

Dec 12, 2019, 06:06 PM IST

ZEE NEWS પર ફડણવીસનો મોટો ઘટસ્ફોટ, શરદ પવારની મંજૂરીથી અજિતે અમારી સાથે બનાવી હતી સરકાર  

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના રાજકીય ઘટનાક્રમ અંગે મોટો ખુલાસો કર્યો છે. ફડણવીસે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવાર (Sharad Pawar) ની મંજૂરીથી અજિત પવારે અમારી સાથે મળીને સરકાર બનાવી હતી. અજિતે જ ભાજપ સાથે સરકાર બનાવવા અંગે સંપર્ક કર્યો હતો. 

Dec 7, 2019, 08:40 PM IST

મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સામે સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ તેમણે ખુબ જ વિનમ્રતાથી તેમને ના પાડી દીધી હતી. પવારનું કહેવું છે કે તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે તેમની સાથે કામ કરવું શક્ય બનશે નહીં. 

Dec 3, 2019, 08:47 PM IST

મહારાષ્ટ્ર પર મોટો ખુલાસો: શરદ પવાર આ 2 શરતો પર કરવા માંગતા હતા 'ડીલ', PM મોદી થયા નહી તૈયાર

ભારતીય જનતા પાર્ટી (BJP)ને સમર્થન આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ બે શરતો મુકી હતી. પહેલી શરત હતી કે રાજકારણમાં સક્રિય પુત્રી સુપ્રિયા સુલે (Supriya Sule) માટે ભારે ભરખમ કૃષિ મંત્રાલય અને બીજી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની જગ્યાએ બીજા કોઇને મુખ્યમંત્રી બનાવવા. જ્યારે આ વાતનો વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) ની સામે આવી તો તે સરકાર બનાવવા માટે આ શરતોને માનવા માટે તૈયાર નથી.  

Nov 30, 2019, 09:11 AM IST

મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારની અગ્નિપરિક્ષા, વિધાનસભામાં આજે સાબિત કરવાનો છે બહુમત

ઉદ્ધવ સરકારની આજે પ્રથમ પરીક્ષા છે. આજે બપોરે બે વાગે ઉદ્ધવ સરકારને પોતાનો બહુમા સાબિત કરવાનો છે. શિવસેના (Shiv Sena) -એનસીપી (NCP)- કોંગ્રેસ (congress)વાળી સત્તારૂઢ 'મહા વિકાસ અઘાડી'નો દાવો છે કે તેની પાસે 170 ધારાસભ્યોને દાવો છે. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે. 

Nov 30, 2019, 08:34 AM IST

હજુ સરકાર બન્યાને 24 કલાક થયા નથી ને Dy.CMના પદને લઇને કોંગ્રેસ અને NCP વચ્ચે ખેંચતાણ શરૂ

મહારાષ્ટ્ર (Maharashtra)ની ઉદ્ધવ ઠકારે (Uddhav Thackeray) સરકારમાં નાયબ મુખ્યમંત્રી ખુરશીને લઇને કોંગ્રેસ અને એનસીપીમાં ખેંચતાણના સમાચાર આવી રહ્યા છે. જોકે કોંગ્રેસ પણ પોતાના ઉપમુખ્યમંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી બનવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સ્પીકરની ખુરશીના બદલામાં એનસીપી પાસે ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ રહી છે.

Nov 29, 2019, 03:16 PM IST

Maharashtra: ઠાકરેની સરકારમાં એક જ ડે.સીએમ અને તે પણ NCPમાંથી હશે, જાણો કોંગ્રેસને શું મળ્યું?

મહારાષ્ટ્ર(Maharashtra) માં આજે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સરકાર બનાવવાને લઈને મહત્વની બેઠક થઈ. કોંગ્રેસ(Congress) તરફથી આ બેઠકમાં જ્યાં અહેમદ પટેલ, અને મલ્લિકાર્જૂન ખડગે હાજર રહ્યાં ત્યાં શિવસેના તરફથી પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર(Sharad Pawar) આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

Nov 27, 2019, 10:19 PM IST

Maharashtra: અમિત શાહે તોડ્યું મૌન, કહ્યું- 'સોનિયા અને શરદ પવારે સત્તા માટે કરી સોદાબાજી'

Maharashtra News: શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ (Congress) ના મહા વિકાસ આઘાડી ગઠબંધનની જે સરકાર બનવા જઈ રહી છે તેના પર ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) સવાલ ઉઠાવ્યાં છે. અમિત શાહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી.

Nov 27, 2019, 06:36 PM IST