bjp

PM મોદીના આ મંત્રીએ કાશ્મીરના બરફવર્ષામાં ફસાયેલી કારને જાતે ધક્કો લગાવ્યો

 કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી કિરણ રીજ્જુની સરળતા અને સાદગી સામે આવી છે. હાલ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી સેના હાઈ એલર્ટ ઉપર છે. ત્યારે કિરણ રીજ્જુજી પણ કાશ્મીરના પ્રવાસે છે. આ દરમિયાન ભારે બરફ વર્ષા થતા તેમના વાહનોના કાફલાને રસ્તામાં રોકાઈ જવું પડ્યું હતું. પરંતુ પોતાનું મંત્રીપણું બતાવ્યા વગર જ તેઓ ખુદ પોતાની કાર નીચે ઉતરીને ધક્કો લગાવવા લાગ્યા હતા. તેમણે એક નાનકડા વીડિયો દ્વારા બતાવ્યું કે, સરહદી જીવન ખુબ જ કપરું હોય છે. 

Feb 19, 2019, 12:54 PM IST
Pakistani hackers hack india's more than 300 websites PT4M38S

પાકિસ્તાને ભારતની 300થી વધુ વેબસાઈટ હેક કરી, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષનો બ્લોગ પણ ન બચ્યો

પુલાવામા એટેક બાદ ભારતીય હેકર્સ પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેની સામે ભારતની પણ કેટલીક વેબસાઈટ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ગુજરાતની પણ વેબસાઈટ હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનું પણ બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે.

Feb 19, 2019, 12:10 PM IST

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ હેક, પાકિસ્તાન જિંદાબાદના સ્લોગન દેખાયા

 પુલાવામા એટેક બાદ ભારતીય હેકર્સ પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેની સામે ભારતની પણ કેટલીક વેબસાઈટ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ગુજરાતની પણ વેબસાઈટ હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનું પણ બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે.

Feb 19, 2019, 11:04 AM IST

લોકસભા ચૂંટણી 2019: BJP-શિવસેના વચ્ચે 25:23ની ફોર્મ્યુલા થઇ નક્કી

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) પહેલા ભાજપના નેજા હેઠળની રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (NDA) માટે એક મોટા અને મહત્વનાં સમાચાર સામે આવ્યા છે.

Feb 18, 2019, 08:50 PM IST
voter na ghare reporter: Ahmedabad people says phir se modi sarkar PT5M

વોટરના ઘરે રિપોર્ટર : અમદાવાદનો અવાજ ફિર સે મોદી સરકાર

લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે સમાચાર અને સામાજિક સેવામાં અગ્રેસર ઝી મીડિયા દ્વારા ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર દ્વારા ગુજરાતના મતદારો શું માને છે? જાણવા પ્રયાસ શરૂ કર્યો છે. ઝી 24 કલાકની ટીમે અમદાવાદમાં બ્રહ્મભટ્ટ પરિવાર સાથે વાત કરી તો અબાલ વૃધ્ધ સહુનો એક જ સૂર ઉઠ્યો કે, ફિર સે મોદી સરકાર

Feb 18, 2019, 01:00 PM IST

બજેટ સત્રનો પ્રારંભ, કોંગ્રેસના વિરોધથી રાજ્યપાલે ભાષણ અધવચ્ચે ટૂંકાવ્યું

 ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ ઓ.પી કોહલીના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવનાર છે. ત્યારે રાજ્યપાલના પ્રવચન સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો. 

Feb 18, 2019, 11:48 AM IST

આજથી બજેટ સત્રનો પ્રારંભ, આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે ગુજરાતનું બજેટ

 ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. લેખાનુદાન બજેટ રજૂ થવાનું હોવાના કારણે બજેટ સત્ર 18 તારીખ થી 22 દરમ્યાન યોજાશે. ત્યારે આજે પ્રથમ દિવસે 11 વાગે વિધાનસભાનો પ્રારંભ થશે. રાજ્યપાલ ઓ.પી કોહલીના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થશે. 

Feb 18, 2019, 08:47 AM IST

રાજ્યના તમામ ધારાસભ્યો એક માસનો પગાર શહિદોને કરશે અર્પણ

ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો મળી પુલવામા થયેલા આતંકી હુમલામાંશહિદ થયેલા જવાનોના પરિવારને એક કરોડની સહાય કરશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત ગાંધીનગર ખાતે મળેલી ધારાસભ્યોની બેઠકમાં કરી હતી.  વિધાનસભાનું સત્ર ચાલુ થનાર છે. જેમાં મંગળવારે બજેટ પણ રજુ કરવામાં આવનાર છે. તે પહેલા ભાજપના ધારાસભ્ય દળની બેઠક વિધાનસભામાં મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં બજેટ સત્રમાં સરકારની રણનિતી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 

Feb 17, 2019, 11:09 PM IST

આરોપીની કબૂલાત: 30 લાખ રૂપિયામાં છબીલ પટેલએ આપી હતી હત્યાની સોપારી

30 લાખમાં છબીલ પટેલે સોપારી આપી હોવાનું આરોપીઓએ કેફિયત પોલીસ સમક્ષ વર્ણવી છે. ઉલ્લેખનીય છે બંને શાર્પ શુટરો મૂળ મહારાષ્ટ્રના છે. શાર્પ શૂટર શશીકાંત દાદા કાંબલે ઉર્ફે બીટીયા દાદા અને અશરફ અનવર શેખને છબીલ પટેલે હત્યાની સોપારી રૂપિયા 30 લાખ આપી હતી તેવું હાલની તપાસ સામે આવ્યું છે.

Feb 17, 2019, 10:44 PM IST

કેન્દ્રમાં મોદી સરકાર આવતાની સાથે જ મધ્યપ્રદેશમાં ભાંગી પડશે કોંગ્રેસ સરકાર !

મધ્યપ્રદેશની કમલનાથની આગેવાનીમાં બે મહિના પહેલા બનેલી કોંગ્રેસ સરકારની સ્થિરતા અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહે રવિવારે સવાલ ઉઠાવ્યા. 

Feb 17, 2019, 10:21 PM IST

પોસ્ટકાર્ડ કેમ્પેઇન: ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લખ્યુ આર્મી ચીફને પોસ્ટકાર્ડ

પુલવામા શહીદ થયેલા સૈનિકો માટે ગુજરાત ભાજપ દ્વારા આજે રાજ્યભરમા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પોસ્ટ કાર્ડ  લખવાનો ભાજપના કાર્યકર્તાઓ તથા આમ જનતાને અપીલ કરવામા આવી આ પોસ્ટ કાર્ડ તેમણે આર્મી ચીફને લખવાનો અનુરોધ કર્યો. જેની શરૂઆત તેમણે પોતે કરી પોસ્ટ કાર્ડમાં લખાયેલા લખાણની જો વાત કરવામાં આવે તો તેમા લખવામાં આવ્યુ છે, કે અમે સૌ આપ અને સૈનિકોની સાથે છીએ અમને આપના પર ગર્વ છે, we are with you and soldiers. we proud of you. શહિદ સૈનિકોને શ્રધ્ધાજંલિ..
 

Feb 17, 2019, 07:05 PM IST

ભાજપમાં દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ, કાર્યકરોનો ફંડ માટેનો ટાર્ગેટ ‘ફિક્સ’

ભાજપે ધારાસભ્યને શીરે રૂ.૫ લાખ, કોર્પોરેટરો મળી એક વોર્ડ દીઠ રૂ.૩.૫ લાખ એકત્રિત કરવાની સૂચનાથી ભારે કચવાટ.સમર્પણ નિધિમાં પ્રત્યેક બુથમાં બે કાર્યકર દીઠ એક હજારની રકમથી સંગઠન ચલાવવા પક્ષ ફંડ એકત્રિત કરશે

Feb 16, 2019, 10:05 PM IST

રાહુલ બાદ હવે બહેન પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવીને ચૂંટણીની રણનીતિ બનાવશે

 ગઈકાલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેમની સભાને બહોળો જનપ્રતિસાદ મળ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસની CWCની બેઠક ગુજરાતમાં યોજવાની છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાનારી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્રણેય હાજર રહેશે. ત્રણેયની હાજરીને લઇ ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારી કરી દીધી છે. 

Feb 15, 2019, 11:09 AM IST

ગાંધીનગર મહાનગરપાલિકામાં મોટી ઉથલપાથલ, પ્રવીણ પટેલે મેયર પદેથી રાજીનામુ ધર્યું

 ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને સભ્ય પદેથી પ્રવીણ પટેલનું રાજીનામુ આપતા કોર્પોરેશનમાં પ્રવાહી પરિસ્થિતિ સર્જાઈ છે. પાલિકાના વોર્ડ નં 3ની એક બેઠક ખાલી પડતા ત્યાં પેટા ચૂંટણી આપવી પડશે. સાથે જ શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે માત્ર એકનો જ તફાવત રહ્યો છે. હવે ભાજપના 16 અને કૉંગ્રેસના 15 કોર્પોરેટર મનપામાં છે. 

Feb 15, 2019, 09:06 AM IST

આશા પટેલના પક્ષપલટા બાદ ઊંઝા કોંગ્રેસમાં મોટી ઊથલપાથલ

 આશા પટેલનાં રાજીનામાં બાદ ઉંઝામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકાઇ છે. 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસનાં 7, અપક્ષનાં 4 અને ભાજપનાં 1 સભ્યએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે દરખાસ્ત મૂકી છે. ઉલ્લેખનીય છે કે, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ તાજેતરમાં જ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. 

Feb 14, 2019, 10:21 AM IST
Now NaMo Again Woman T-Shirts in market PT3M59S

કરણી સેનાએ ભાજપ સામે ચડાવી બાયો, ચૂંટણીમાં થઇ શકે છે નુકશાન

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને દરેક પક્ષ જીત હાંસલ કરવા અને લોકોને રીઝવવા માટે યેન કેન પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને સાથ આપનાર કરણીસેનાએ આ વખતે ભાજપ સામે બાંયો ચડાવી છે. જેમાં બનાસકાંઠાના ઉંબરી ખાતે દરબાર ગઢના ઉદ્ઘાટન પ્રસંગે કરણીસેનાએ ભાજપ સામે વિરોધ દર્શાવ્યો હતો.
 

Feb 13, 2019, 08:27 PM IST

દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસનું સભા સંબોધન

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ માંડવીના હેલિપેડ પર પહોંચ્યા અને ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભાનું સંબોધન કર્યું હતું.

Feb 13, 2019, 01:29 PM IST

અમદાવાદ: અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, આશા પટેલ સાથે કરી મુલાકાત

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જિતુ વાધાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોતમ રૂપાલા બેઠકમાં હાજર રહ્યાં હતા.

Feb 13, 2019, 10:07 AM IST

દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસ આપશે હાજરી

સુરતના માંડવી બાદ વલસાડના ધરમપુરમાં ક્લસ્ટર સંમેલન યોજાશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુરતના માંડવી અને ધરમપુરમાં ક્લસ્ટર સંમેલનમાં હાજરી આપશે.

Feb 13, 2019, 09:33 AM IST