શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસનાં આભારી કર્ફ્યું બાદ હવે ધીરે ધીરે જનજીવન ફરી પાટે ચડી રહ્યું છે. શુક્રવારે તંત્રએ એક તરફ કર્ફ્યુંમાં આંશિક છુટ આપી, તો બીજી તરફ ફોન અને ઇન્ટરનેટ સર્વિસને પણ આંશિક રીતે ચાલુ કર્યા હતા. ત્યાર બાદ જમ્મુ અને શ્રીનગરની બજારોમાં સામાન્ય વ્યવહાર જોવા મળ્યો હતો. નાગરિકો જુમ્મની નમાજ અદાકરીને મસ્જીદમાંથી બહાર નિકળતા જોવા મળ્યા હતા. અનેક સ્થળ પર લોકો પોત પોતાની જરૂરિયાતોનો સામાન પણ ખરીદતા જોવા મળ્યા હતા. તંત્રનો પ્રયાસ છે કે ઇદને ધ્યાને રાખીને નાગરિકોને કોઇ પણ પ્રકારની સમસ્યા પેદા ન થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-પાક. વચ્ચે વધારે એક ટ્રેન રદ્દ: થાર એક્સપ્રેસનું સંચાલન પાકિસ્તાને અટકાવ્યું
અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારની નમાજ અદા કરવા માટે લોકોને કર્ફ્યુમાં ઢીલ અપાઇ, જો કે આ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્તા કરવામાં આવી હતી. સુરક્ષા દળોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, કર્ફ્યુમાં ઢીલ આપવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે લીધો હતો. ડોભાલે અધિકારીઓને જણાવ્યું કે તે સુનિશ્ચિત કરવામાં આવે કે કોઇ પણ કાશ્મીરીને સમસ્યાનો સામનો ન કરવો પડે. 


માનવતા મરી પરવારી... બાઈક સાથે યુવક નદીમાં ડૂબી ગયો, લોકો VIDEO બનાવવામાં મશગૂલ 
યુદ્ધની પોકળ ધમકીઓ આપતા પાકિસ્તાનને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
આર્ટિકલ 370 હટાવવા વિરુદ્ધ થનાર કોઇ પણ પ્રદર્શનની આશંકાને કારણે સુરક્ષાદળોને હાઇએલર્ટ પર રખાયા હતા. અધિકારીએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળી રાખવા માટે જરૂરિ ઉપાય તરીકે આ નિર્ણય લેવાયો. શહેરનાં સિવિલ લાઇન્સ વિસ્તાર અને ડલ સરોવર હિસ્સામાં પ્રતિબંધનાં એક દિવસ બાદ લોકોને આવન જાવનમાં આંશિક મુક્તિ અપાઇ હતી.


પ્રણવદાના સન્માન સમારોહમાં સોનિયા અને રાહુલ જ હાજર નહીં, BJPનો સવાલ-'કોંગ્રેસને શું થઈ ગયું છે?'
વડાપ્રધાનનું આશ્વાસન સ્થિતી થશે સામાન્ય
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે જમ્મુ કાશ્મીરમાં સ્થિતી ધીરે ધીરે સામાન્ય થઇ જશે. નાગરિકોની પરેશાની પણ ઓછી થઇ જશે તે અંગે મારા પર વિશ્વાસ રાખો. બીજી તરફ ગુરૂવારે ખીણમાં સ્થિતી સામાન્ય થતી દેખાઇ. લોકો રોજિંદા કામો માટે ઘરમાંથી નિકળતા અને બજારમાં જતા જોવા મળ્યા હતા.


રાજસ્થાન બોર્ડર પર BSF-વાયુસેના હાઇએલર્ટ પર, પાકિસ્તાનની ઘૂસણખોરીની આશંકા
સ્કુલ અને કોલેજો પણ ખુલ્યા
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં અધિકારીઓનાં નિર્દેશ બાદ ગુરૂવારે શાળા અને કોલેજ પણ ખુલ્યા હતા. બીજી તરફ જમ્મુ કાશ્મીરનાં મુખ્ય સચિવે સરકારી કર્મચારીઓને પણ તત્કાલ પ્રભાવથી કામ પર પરત ફરવા માટેનાં નિર્દેશ આપ્યા છે.