પ્રણવદાના સન્માન સમારોહમાં સોનિયા અને રાહુલ જ હાજર નહીં, BJPનો સવાલ-'કોંગ્રેસને શું થઈ ગયું છે?'

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યાં છે. ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યાં.

Updated By: Aug 9, 2019, 01:29 PM IST
પ્રણવદાના સન્માન સમારોહમાં સોનિયા અને રાહુલ જ હાજર નહીં, BJPનો સવાલ-'કોંગ્રેસને શું થઈ ગયું છે?'
ફાઈલ ફોટો

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યાં છે. ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યાં. આ સમારોહમાં ભાજપ, કોંગ્રેસ તથા અન્ય પક્ષોના અનેક નેતાઓ હાજર રહ્યાં હતાં. પરંતુ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ સમારોહથી દૂર રહ્યાં. જેના પર ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 

EXCLUSIVE : BJP મહાસચિવ રામ માધવે કહ્યું- અમે PoK ઉપર પણ આગળ કામ કરી રહ્યા છીએ...

ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસને શું થયું છે. અમને ખબર નથી પડતી. પ્રણવ દા કોઈ એક પાર્ટીના નેતા નથી પરંતુ દેશના નેતા છે. તમામ પાર્ટીના લોકો આ સમારોહમાં સામેલ થયા હતાં. પરંતુ ખબર નથી  પડતી તેમને (સોનિયા-રાહુલ)ને શું થયું છે. 

જુઓ LIVE TV

આ બાજુ કોંગ્રેસના નેતા તારિક અનવરે કહ્યું કે પ્રણવ મુખરજી આ સન્માન ડિઝર્વ કરતા હતાં. મંત્રી હોય કે સામાજિક કાર્યકર તરીકે હોય, તેમણે દેશની સેવા કરી છે. આથી તેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યાં છે. સોનિયા અને રાહુલ ગાંધીના સમારોહમાં સામેલ ન થવા મામલે તેમણે કહ્યું કે મને તેની કોઈ જાણકારી નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...