રાજસ્થાન બોર્ડર પર BSF-વાયુસેના હાઇએલર્ટ પર, પાકિસ્તાનની ઘૂસણખોરીની આશંકા

જેસલમેરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પશ્ચિમ બોર્ડરમાં BSF અને ભારતીય વાયુસેનાને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પાકિસ્તાનથી મુઝાહિદ્દીન બટાલિયન ઘૂસણખોરી કરી શકે છે

રાજસ્થાન બોર્ડર પર BSF-વાયુસેના હાઇએલર્ટ પર, પાકિસ્તાનની ઘૂસણખોરીની આશંકા

નવી દિલ્હી/ જયપુર: જેસલમેરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પશ્ચિમ બોર્ડરમાં BSF અને ભારતીય વાયુસેનાને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પાકિસ્તાનથી મુઝાહિદ્દીન બટાલિયન ઘૂસણખોરી કરી શકે છે. કાશ્મીરમાં કમલ 370 હટાવ્યા બાદ રાજસ્થાન અને પંજાબની બોર્ડર પરની સ્થિતિ ખુબજ તણાવપૂર્ણ છે.

બોર્ડર પર આંતરિક સુરક્ષા માટે વધારાના અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજસ્થાન નજીક આવેલી બોર્ડર પર બીએસએફનું ઓપરેશન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ તકેદારી સાથે ઓપરેશનલ તૈયારીઓ મજબૂત કરવામાં આવી છે. અહીં પશ્ચિમ બોર્ડ પર આવેલા એરબેઝથી લડાકૂ વિમાનોના અભ્યાસ પણ તીવ્ર કરવામાં આવ્યા છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news