યુદ્ધની પોકળ ધમકીઓ આપતા પાકિસ્તાનને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. એલફેલ બક્યા કરે છે અને ભારતને ધમકી પર ધમકી આપતું જાય છે.

યુદ્ધની પોકળ ધમકીઓ આપતા પાકિસ્તાનને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. એલફેલ બક્યા કરે છે અને ભારતને ધમકી પર ધમકી આપતું જાય છે. આ બધા વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે કાશ્મીરમાં હાલાત સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ સાથે જ તેમણે પાકિસ્તાન તરફથી થનારા કોઈ પણ દુ:સાહસની આશંકાને લઈને કહ્યું કે સરહદ પર સુરક્ષાદળો એકદમ હાઈ અલર્ટ છે. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. અમે પાકિસ્તાનની કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે તૈયાર છીએ. 

— Chinar Corps - Indian Army (@ChinarcorpsIA) August 8, 2019

આ અગાઉ ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લોએ પણ પાકિસ્તાન અને તેની સેનાને ચેતવણી આપતા કહ્યું કે જો પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં કોઈ પણ શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરશે તો અમે તેને ખતમ કરી દઈશું. 

જુઓ LIVE TV

ચિનાર કોર્પ્સ તરફથી ટ્વીટર પર  પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં લેફ્ટેનન્ટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લોએ કહ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાનની સેના હંમેશાથી કાશ્મીર ઘાટીમાં શાંતિ ભંગ કરાવતા રહે છે. કાશ્મીરમાં હાલના ઘટનાક્રમને લઈને પાકિસ્તાને ખુલ્લેઆમ ધમકીઓ પણ આપી છે. આમ છતાં અમે આ બધાનું ધ્યાન રાખીશું. જો કોઈ ખીણમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને ખતમ કરી નાખીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news