નવી દિલ્હી: પૂર્ણ નાણાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી, રાજનીતિ, વકીલાત, રમત અન સામાજીક જીવનની તમામ યાદોને છોડીને પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. નિગમબોધ ઘાટ પર બપોરે ત્રણ કલાકે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માનની સાથે કરવામાં આવ્યા હતા. પુત્ર રોહને તેમને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ગૃહપ્રધાન અમિત શાહ, પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આ સિવાય કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતાઓ હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ખાસ નહીં સામાન્ય જીવન જીવતા અરૂણ જેટલી, તસવીરો જોઇ તમે પણ કહેશો- ‘તેઓ અમારા જેવા જ હતા’


Live અપડેટ્સ:-
- અરૂણ જેટલીના પુત્ર રોહને અંતિમ સંસ્કારની વિધિ પુરી કરતા પિતાને મુખાગ્નિ આપી.
- કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, ટીએમસી નેતા દિનેશ ત્રિવેદી, યોગગુરૂ રામદેવ પણ અરૂણ જેટલીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે નિગમ બાધ ઘાટ પહોંચ્યા.
- ગુજરાતના સીએમ વિજય રૂપાણી, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેદી સિંહ રાવત, બિહારના સીએમ નીતીશ કુમાર પણ પહોંચ્યા.
- ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ નિગમ બોધ ઘાટ પહોંચ્યા
- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના રાક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ નિગમ બોધ ઘાટ પર હાજર


જેટલીને યાદ કરતા ભાવુક થયા અમિત શાહ, મે મુશ્કેલ સમયનો સાથી ગુમાવ્યો


આ પહેલા, શનિવાર રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત અન્ય રાજનેતાઓએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને દક્ષિણ સ્થિત તેમના આવાસ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. શાહે જેટલીના આવાસ પર લગભગ 3:30 કલાલ વિતાવ્યા હતા. અલગ અલગ રાજકિય પાર્ટીના નેતા તેમજ ભાજપના કાર્યકર્તાઓ તેથા તેમના પ્રશંસકોએ જેટલીને અંતિમ વિદાય આપી. જેટલીના પાર્થિવ દેહને કાંચના તાબૂતમાં રાખવામાં આવ્યો છે. નેતાઓએ તે દરમિયાન શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


આ પણ વાંચો:- બહેરીનથી PM: લોકો હર્ષથી જન્માષ્ટમી ઉજવી રહ્યા છે, મારા મનમાં ઉંડો આઘાત


કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ અને એસ. જયશંકર ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના નેતાઓએ અરૂણ જેટલીને અંતિમ વિદાય આપી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ, દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ શુક્લા ઉપરાંત કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન તથા તેમના પુત્ર ચિરાગ પાસવાને પણ દિવંગત નેતાને અંતિવ વિદાઇ આપી.


આ પણ વાંચો:- અરુણ જેટલીના પરિવારે PM મોદીને કરી અપીલ, જાણો શું કહ્યું?


યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ, નવીન પટનાયક, કમલનાથ રહિત વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓએ અરૂણ જેટલીના આવાસ પર જઇ તેમને શ્રદ્ધાંજિલ આપી. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ કહ્યું, ‘તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પ્રસિદ્ધ હતા. મંત્રી તરીકે દેશ તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેઓ દેશ અને પાર્ટી માટે પૂંજી હતા. હવે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી અને હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યું છું.’


આ પણ વાંચો:- અરુણ જેટલીના નિધનથી રાજકારણમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરી શકાશે નહીં: ડો. સુભાષ ચંદ્રા


પીએમ મોદીએ બહરીનમાં કહ્યું - મારો મિત્ર અરૂણ મને છોડીને જઇ ચુક્યો છે
વડાપ્રધાન મોદી શનિવારે તેમની વિદેશ યાત્રાના ત્રીજા તબક્કામાં બહેરીન પહોંચ્યા છે. તે દરમિયાન તેમનું સ્વાગત તેમના બહેરીન સમકક્ષ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાએ કર્યું. ત્યાંના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોની વચ્ચે પીએમ મોદીએ અરૂણ જેટલીને યાદ કરતા કહ્યું કે, હું અહીં ખૂબ જ શોક અહીં ઉભો છું. આજે ભારતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મને ખૂબ શોક લાગ્યો છે. થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ અનંત યાત્રાએ નિકળી ગયા. આજે મારો હંમેશા સાથ નિભાવનારો મિત્ર મને છોડીને જઇ ચુક્યો છે. હું કર્તવ્યથી બંધાયેલો છું, તેથી મારો મિત્ર છોડીને જવાનું દુ:ખ છે. બહેરીનની ધરતી પરથી હું ભાઈ અરુણને શ્રદ્ધાંજલિ આપું છું.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...