નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા સ્વરૂપ (New Strain)ને લઈને હડકંપ મચ્યો છે. યુરોપીયન યુનિયનના અનેક દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત અન્ય અનેક દેશો આવા પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છે. કોરોના વાયરસના નવા સ્વરૂપને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે. તેમની આ માગણી પર કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ કરતા પણ મોટી આફત દેશ પર ત્રાટકે તેવી ભીતિ! સરકારની ચિંતા વધી, તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજી


ભારતમાં ગભરાવવાની જરૂર નથી
બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારથી વધેલા સંક્રમણ પર કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં લોકોએ ગભરાવવાની જરૂર નથી. સરકાર જરૂરિયાત મુજબ પગલાં લઈ રહી છે. હાલ ફ્લાઈટ્સ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દે ટ્વીટ કરતા કહ્યું હતું કે યુકેમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ખળભળાટ છે અને તે સુપર સ્પ્રેડરની જેમ કામ રહી રહ્યો છે. આવામાં ભારત સરકારે યુકેની તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. 


Corona Update: કોરોનાની રસી પર Good News!, જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે રસીકરણની પ્રક્રિયા


આરોગ્ય મંત્રાલયમાં આજે મોટી બેઠક
કોરોના વાયરસ પર આરોગ્ય મંત્રાલયની આજે મોટી બેઠક થવા જઈ રહી છે. બ્રિટનમાં ફેલાઈ રહેલા વાયરસના નવા સ્ટ્રેન પર ચર્ચા થશે. ભારતમાં જાન્યુઆરીમાં રસીનો પહેલો ડોઝ શક્ય બને તેમ છે. 


કોરોનાના નવા 24,337 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24,337 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના કેસનો આંકડો 1,00,55,560 પર પહોંચ્યો છે. જેમાંથી 96,06,111 લોકો સાજા થઈ ગયા છે જ્યારે 3,03,639 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 333 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,45,810 થઈ ગયો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube