મોનાલી કડીયા, અમદાવાદઃ આ વર્ષે, એસ્ટરોઈડ, બ્લુ મૂન, પૂર્ણ ચંદ્ર, ઉલ્કા, ધૂમકેતુ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બુધ-મંગળ-શુક્ર-ગુરુ જેવી આકર્ષક અને સુંદર ખગોળીય ઘટનાઓ બની. આ વર્ષે બે સૂર્યગ્રહણ અને ત્રણ ચંદ્રગ્રહણ સહિત કુલ પાંચ ગ્રહણ થયા હતા. 21 જૂને જોવા મળેલ સૂર્યગ્રહણ સંપૂર્ણ ભારતમાં જોવા મળ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધૂમકેતુની ઘટના
15 જુલાઈએ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ જ નજીક દેખાયો હતો. આ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવવાની શરૂઆત 3 જુલાઈથી થઈ હતી. આ પ્રકારની ઘટના ફરીથી 6,400 વર્ષ પછી દેખાશે. આ ધૂમકેતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ધૂમકેતુ પૃથ્વીની નજીક દેખાવવાની શરૂઆત માર્ચમાં થઈ હતી અને સૂર્યાસ્ત પછી થોડી મિનિટ સુધી આવો દુર્લભ ખગોળીય નજારો પણ જોવા મળ્યો હતો.)


Farmers Protest: સિંધુ બોર્ડર પહોંચેલા કેજરીવાલે કહ્યુ- ભાજપે માનવી પડશે કિસાનોની વાત

જૂનમાં એક રાત્રે અચાનક તેજસ્વી પ્રકાશ આવ્યો, દૂરથી જોતા એવું લાગી રહ્યું હતું કે કોઈ અગનગોળો ખૂબ ઝડપે આકાશને ચીરીને આગળ વધી રહ્યો છે. જોકે, હજુ સુધી તે નક્કી નથી થઈ શક્યું કે, તે ઉલ્કા છે, ધૂમકેતુ છે અથવા કંઈક બીજો અવકાશી પદાર્થ. આ ઘટના પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં 15 જૂનની રાત્રે બની હતી. આ ઘટના બની ત્યારે રાતના એક વાગ્યા હતા. જ્યારે ભારતીય સમય મુજબ આ ખગોળીય ઘટના 16 જૂનની રાત્રે સાડા આઠ વાગ્યે બની હતી. કેટલાક અવકાશયાત્રીઓ માને છે કે તે કદાચ માનવસર્જિત અવકાશી ભંગાર હોઈ શકે, જે રોકેટ પ્રક્ષેપણથી આવ્યો હતો.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube