અયોધ્યાઃ જમિયત-ઉલેમાએ દાખલ કરી રિવ્યુ પીટિશન, ઈક્લાબ અન્સારીએ આપ્યો આ જવાબ
ઈક્બાલ અન્સારીએ(Iqbal Ansari) વધુમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે(Supreme Court) જ્યારે ચુકાદો(Verdict) આપી દીધો છે અને તે સર્વમાન્ય છે ત્યારે રિવ્યુ પીટિશન(Review Petition) દાખલ કરવાનો કોઈ ફાયદો નતી. અયોધ્યાનો વિવાદ રાજનીતિથી પ્રેરિત છે.
અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા અયોધ્યા કેસમાં(Ayodhya Case) આપવામાં આવેલા ચૂકાદા સામે જમિયત-ઉલેમા-એ-હિન્દ(Jamiyat-Ulema-E-Hind) દ્વારા રિવ્યુ પીટિશન દાખલ કરવામાં આવી છે. આ રિવ્યુ પિટીશનના મુદ્દે હવે વિવિધ લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. બાબરી મસ્જિદ જમીન વિવાદના પક્ષકાર રહેલા ઈક્લાબ અન્સારીએ(Iqbal Ansari) રિવ્યુ પીડિશનને ખોટી ઠેરવી છે. ઈક્લાબ અન્સારીએ જણાવ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સ્વીકારી લીધો છે અને અમારા નિર્ણય પર અડગ છીએ.
ઈક્બાલ અન્સારીએ(Iqbal Ansari) વધુમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે(Supreme Court) જ્યારે ચુકાદો(Verdict) આપી દીધો છે અને તે સર્વમાન્ય છે ત્યારે રિવ્યુ પીટિશન(Review Petition) દાખલ કરવાનો કોઈ ફાયદો નતી. અયોધ્યાનો વિવાદ રાજનીતિથી પ્રેરિત છે.
હૈદરાબાદઃ હિચકારી ઘટના પછી રહી-રહીને પોલીસને લાદ્યું જ્ઞાન, જાહેર કરી એડવાઈઝરી
બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા હાજી મહેબુબે પીટિશન દાખલ થવાનું સ્વાગત કર્યું છે. હાજી મહેમુદ પોતાના નિવેદનથી ફરી ગયા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ સમાજ કોર્ટમાં ગયો છે અને સુનાવણીમાં જે કોઈ ચૂકાદો આવશે તેને સ્વીકારી લેશે.
રામ જન્મભુમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ રિવ્યુ પીટિશનને ખોટી ઠેરવી છે. તેમણે જણાવ્યું કે, આ અનુચિત છે અને તેનાથી સમાજમાં અશાંતિ પેદા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube