નવી દિલ્હી: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ આમ તો ખૂબ જુનો છે પરંતુ જે ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. તે વિવાદની શરૂઆત 1949માં થઇ હતી જ્યારે 22/23 ડિસેમ્બર 1949ની રાતે મસ્જિદની અંદરના ભાગમાં રામલલાની મૂર્તિઓ રાખવામાં આવી હતી. 23 ડિસેમ્બરના રોજ પોલીસે મસ્જિદમાં મૂર્તિઓ રાખવાનો કેસ દાખલ કર્યો હતો. જેના આધાર પર 29 ડિસેમ્બર 1949ના રોજ મસ્જિદ જપ્ત કરી તેને તાળુ લગાવી દીધું હતું. કોર્ટે તત્કાલિન નગરપાલિકા અધ્યક્ષ પ્રિય દત્ત રમને બિલ્ડીંગ ના રિસીવર નિમ્યા હતા અને તેમને જ મૂર્તિઓની પૂજા વગેરેની જવાબદારી આપી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં તે દિવસે અલગ જ હતો નજારો
23 ડિસેમ્બર 1949ની સવાર અજવાળુ થતાં પહેલાં આ વાત ચારેય તરફ જંગલની આગની માફક ફેલાઇ ગઇ કે 'જન્મભૂમિ'માં રામ પ્રગટ થયા છે. રામ ભક્ત સવારે અલગ જ જોશમાં ગોસ્વામી તુલસીદાસની ચોપાઇ 'ભયે પ્રગટ કૃપાલા' ગાઇ રહ્યા હતા. 

Ayodhya Verdict: જાણો અયોધ્યા કેસ પર ઐતિહાસિક ચૂકાદો આપનાર 5 જજો વિશે


સવારે 7 વાગે વહિવટીતંત્રને થઇ જાણ
સવારે 7 વાગ્યાની આસપાસ અયોધ્યા પોલીસ મથકના તત્કાલીન એસ.એચ.ઓ રામદેવ દુબે રૂટીન તપાસ દરમિયાન જ્યારે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી ત્યાં હજારો લોકોની ભીડ એકઠી થઇ ચૂકી હતી. રામ ભક્તોની ભીડ બપોર સુધી વધીને 5000 સુધી પહોંચી ગઇ. અયોધ્યાની આસપાસના ગામમાં પણ આ વાત પહોંચી ગઇ હતી. જેના લીધે શ્રદ્ધાળુઓની ભીડ બાલરૂપમાં પ્રગટ થયેલા ભગવાન રામના દર્શન માટે તૂટી પડી હતી. પોલીસ અને વહીવટી આ ઘટનાને જોઇ રહ્યા હતા. 


23 ડિસેમ્બર 1949ની સવારે બાબરી મસ્જિદના મુખ્ય ગુંબજની નીચેવાળા રૂમમાં મૂર્તિ પ્રગટ થઇ હતી, જે ઘણા દાયકાઓ અથવા સદીઓથી રામ ચબુતરા પર બિરાજમાન હતી અને તેના માટે ત્યાં સીતા રસોઇ અથવા કૌશલ્યા રસોઇમાં ભોગ બનતા હતા. રામ ચબુતરા અને સીતા નિર્મોહી અખાડાના નિયંત્રણમાં હતા અને તે અખાડાના સાધુ-સંન્યાસી ત્યાં પૂજા-પાઠ વગેરે વિધાન કરતા હતા. 

Ayodhya Verdict: અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો...જાણો કોને શું મળ્યું?


એફઆઇઆરમાં છે સમગ્ર ઘટનાનો ઉલ્લેખ
પૂર્વ વડાપ્રધાનમંત્રી પી.વી. નરસિમ્હા રાવે પોતાના પુસ્તક 'અયોધ્યા: 6 ડિસેમ્બર 1992'માં તે એફઆઇઆરનું વિવરણ આપ્યું છે, જે 23 ડિસેમ્બર 1949ની સવારે લખવામાં આવી હતી. એસ.એચ.ઓ રામદેવ દુબેએ ભારતીય દંડ સંહિતાની કલમ 147/448/295 હેઠળ એફઆઇઆર નોંધાવી હતી. તેમાં ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું હતું ''રાત્રે 50-60 લોકો તાળુ તોડીને દીવાલ કુદીને મસ્જિદમાં ઘૂસી ગયા અને તેમણે શ્રી રામચંદ્વજીની મૂર્તિની સ્થાપના કરી. તેમણે દીવાલ પર અંદર અને બહાર પીળા રંગથી 'સીતારામ' વગેરે લખ્યું. તે સમયે ડ્યૂટી પર તૈનાત કોન્સ્ટેબલે તેમને આમ કરવાની ના પાડી પરંતુ તેમણે તેમની વાત સાંભળી નહી. ત્યાં હાજર પીએસીને બોલાવવામાં આવ્યો પરંતુ ત્યાં સુધી તે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા હતા.  

અયોધ્યામાં 'રામ મંદિર' બનાવવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આ મહત્વપૂર્ણ આદેશ


તત્કાલીન જિલાધિકારીએ માની ન હતી પંડિત નહેરૂની વાત
જ્યારે આ ઘટના ઘટી તે સમયે દેશમાં પંડિત જવાહર લાલ નેહરૂ પીએમ હતા અને ગૃહ મંત્રાલય લોહપુરૂષ સરદાર વલ્લભ ભાઇ પટેલ પાસે હતું. તો બીજી તરફ પંડિત ગોવિંદ વલ્લભ પંત મુખ્યમંત્રી હતા અને ગૃહ મંત્રાલય લાલ બહાદુર શાસ્ત્રી સંભાળી રહ્યા હતા. દેશ અને પ્રદેશની સરકારોએ નક્કી કર્યું કે અયોધ્યામાં પૂર્વ સ્થિતિ બહાલ કરવામાં આવે. ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય સચિવ ભગવાન સહાયે ફૈજાબાદના જિલ્લાધિકારી અન ઉપ-આયુક્ત કે.કે. નાયરને લેખિત આદેશ આપ્યો હતો કે અયોધ્યામાં પૂર્વ સ્થિતિ બહાલ કરવમાં આવે એટલે કે મૂર્તિને મસ્જિદમાંથી નિકાળીને ફરીથી રામ ચબુતરા પર રાખવામાં આવે. આ આદેશ 23 ડિસેમ્બર 1949ના રોજ બપોરે અઢી વાગે નાયર સુધી પહોંચી ગયા હતા. મુખ્ય સચિવનો આદેશ હતો કે તેના માટે બળ પ્રયોગ પણ કરવા પડે તો સંકોચ ન કરવામાં આવે. પરંતુ કે.કે. નાયરે સરકારના આદેશ માનવાની ના પાડી દીધી. 

અયોધ્યા કેસ: જાણો સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં મુસ્લિમ પક્ષને શું મળ્યું...


નાયરના જવાબોમાં ગુંચવાઇ ગઇ સરકાર
કે.કે.નાયરે મુખ્ય સચિવ ભગવાન સહાયને જે જવાબ મોકલ્યો તેમાં જણાવ્યું કે 'રામલલાની મૂર્તિઓને ગર્ભગૃહથી નિકળી રામ ચબુતરા પર લઇ જવી શક્ય નથી. આમ કરવાથી અયોધ્યા, ફૈજાબાદ અને આસપાસના ગામમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ, પોલીસના જીવ ગેરેન્ટી ન આપી શકે. નાયરે સરકારને જણાવ્યું કે 'અયોધ્યામાં એવો પુજારી મળવો શક્ય નથી જે વિધિપૂર્વક રામલલાની મૂર્તિઓને ગર્ભગૃહથી દૂર કરવાની તૈયારી હોય. આમ કરવાથી પુજારીના મોક્ષ સંકટમાં મુકાઇ જશે અને કોઇપણ પુજારી આમ કરવા માટે તૈયાર નહી થાય. 

Ayodhya Verdict Live Updates:રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે


નાયરના જવાબથી અસંતુષ્ટ ઉત્તર પ્રદેશની પંત સરકારે ફરીથી આદેશ કર્યો કે જૂની સ્થિતિ બહાલ કરવામાં આવે. જવાબમાં કે.કે. નાયરે 27 ડિસેમ્બર 1949ના રોજ બીજો પત્ર લખ્યો. તેમાં તેમણે રાજીનામાની ઓફર કરી. સાથે જ સરકાર માટે એક રસ્તો પણ સુજવ્યો હતો. નાયરે સરકારને  સલાહ આપી કે વિસ્ફોટક સ્થિતિને કાબૂ કરવા માટે આ મુદ્દાને કોર્ટ પર છોડી મુકવામાં આવી શકે છે. કોર્ટનો ચૂકાદો આવે ત્યાં સુધી વિવાદિત ઢાંચાની બહાર એક જાળીવાળો ગેટ લગાવવામાં આવી શકે, જ્યાંથી શ્રદ્ધાળુ રામલલાના દર્શન તો કરી શકે, પરંતુ અંદર પ્રવેશ ન કરી શકે. તેમણે એ પણ સલાહ આપી કે રામલલાની નિયમિત પૂજા અને ભોગ લગવવા માટે પુજારીઓની સંખ્યા ત્રણથી ઘટાડીને એક કરવામાં આવી શકે છે વિવાદિત ઢાંચાની આસપાસ સુરક્ષાનો ઘેરો સખત કરી ઉત્પાતિઓને ત્યાં ભટકતા અટકવી શકાય છે.