અયોધ્યામાં 'રામ મંદિર' બનાવવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આ મહત્વપૂર્ણ આદેશ

અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સીજેઆઇ રંજન ગોગાઇએ કહ્યું કે બહારના પ્રાંગણમાં હિંદુ પૂજા કરી રહ્યા છે. હાઇકોર્ટે આ મામલે ત્રણ ભાગ કર્યા તે તાર્કિક નથી. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ કર્યો છે. 

અયોધ્યામાં 'રામ મંદિર' બનાવવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આ મહત્વપૂર્ણ આદેશ

નવી દિલ્હી: અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સીજેઆઇ રંજન ગોગાઇએ કહ્યું કે બહારના પ્રાંગણમાં હિંદુ પૂજા કરી રહ્યા છે. હાઇકોર્ટે આ મામલે ત્રણ ભાગ કર્યા તે તાર્કિક નથી. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ કર્યો છે. 

કોર્ટે કહ્યું કે 'મુસ્લિમ પોતાના પુરાવાથી તે સાબિત કરી શક્યા નથી કે વિવાદિત જમીન પર તેમનો જ એકાધિકાર હતો. ઇલાહાબાદ હાઇકોર્ટના તે આદેશ જેમાં સુન્ની વક્ફ બોર્ડને જમીનના ભાગલાનો આદેશ ખોટો હતો. કોર્ટે કહ્યું કે સરકારે ટ્રસ્ટ બનાવીને મંદિર બનાવવાની યોજના તૈયાર કરે. મુસ્લિમ પક્ષને બીજી જગ્યાએ જમીન આપવાનો આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષને બીજી જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવે. 

પાંચ જજોએ સર્વસંમત્તિથી ચૂકાદો સંભળાવ્યો
ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ સવારે 10:30 વાગે પોતાનો ચૂકાદો સંભળાવવાનું શરૂ કર્યું. સીજેઆઇએ શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી. સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠના બધા પાંચ જજોએ સર્વસંમત્તિથી ચુકાદો સંભળાવ્યો છે. ચુકાદાની શરૂઆતમાં સીજેઆઇએ કહ્યું કે 30 મિનિટમાં સમગ્ર ચુકાદો વાંચવામાં આવશે. 

1856-57 સુધી હિંદુ કરતા હતા પૂજા
સીજેઆઇએ કહ્યું કે 1856 થી 57 સુધી તે સ્થાન પર હિંદુઓને પૂજા કરતાં રોકવામાં આવ્યા ન હતા. સદીઓથી હિંદુઓ દ્વારા ત્યાં પૂજા કરવી તે સાબિત કરે છે કે તેમનો વિશ્વાસ છે કે તે સ્થાન પર રામલલા વિરાજમાન છે.

ASI ખોદકામમાં મળેલા દસ્તાવેજોને માન્યા પુરાવા
સીજેઆઇએ કહ્યું બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી. 1949માં બે મૂર્તિઓ રાખવામાં આવી હતી. સીજેઆઇએ કહ્યું કે બાબરી મસ્જિદ હિંદુ સ્ટ્રક્ચરની ઉપર બનાવવામાં આવી. આ મસ્જિદ સમતળ સ્થળ પર બનાવવામાં આવી નથી. એસઆઇના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા. સીજેઆઇએ કહ્યું કે ખોદકામના પુરાવાને નકારી ન શકાય. ખોદકામના ઢાંચાના પુરાવા મળ્યા ન હતા. સીજેઆઇએ કહ્યું કે એએસઆઇના ખોદકામમાં જે વસ્તુઓ મળી છે તેને અમે નકારી ન શકીએ. સીજેઆઇએ કહ્યું કે ખોદકામના મળેલા દસ્તાવેજોને નકારી ન શકાય. 

સીજીઆઇએ કહ્યું કે આસ્થા અને વિશ્વાસ પર કોઇ સવાલ નથી. સીજેઆઇએ કહ્યું કે શ્રીરામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો તેમાં કોઇ શંકા નથી. સુપ્રીમ કોર્ટે રામલલાને કાનૂની માન્યતા આપી છે. સીજેઆઇએ કહ્યું કે એ પણ કહ્યું કે અંગ્રેજોના આવ્યા પહેલાં હિંદુ ત્યાં રામ ચબુતરો અને સીતા રસોઇ પર પુજા થતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news