નવી દિલ્હી: 'બાબા કા ઢાબા' કેસમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને યુટ્યૂબર ગૌરવ વાસન વિરુદ્ધ ધનની હેરાફેરીની ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'બાબા કા ઢાબા'ના નામે થયું મોટું કૌભાંડ? બે YouTuber આવી ગયા આમને સામને


પૈસા આપવાની કરી હતી અપીલ
અત્રે જણાવવાનું કે કાંતા પ્રસાદ (80) સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના કારણે લોકપ્રિય થઈ ગયા હતા. આ વીડિયોમાં વાસને પ્રસાદના સંઘર્ષ અને પરેશાનીઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ બાબા કા ઢાબા પર લોકો તૂટી પડ્યા હતા અને ઢાબાનું વેચાણ આકાશે આંબી ગયું હતું. પોલીસને કરેલી ફરિયાદમાં કાંતા પ્રસાદે જણાવ્યું છે કે વાસને તેમનો એક વીડિયો શૂટ કરીને ઓનલાઈન પોસ્ટ કર્યો અને સોશિયલ મીડિયા પર જનતાને તેમને પૈસા આપવાની અપીલ કરી. 


પોતાનો બેંક અકાઉન્ટ નંબર આપ્યો
પ્રસાદના જણાવ્યા મુજબ વાસને જાણી જોઈને માત્ર પોતાનો અને પોતાના પરિવાર/મિત્રોના બેંક ખાતાની વિગતો અને મોબાઈલ નંબર દાનદાતાઓ સાથે શેર કર્યા અને કોઈ જાણકારી પ્રદાન કર્યા વગર વિભિન્ન પ્રકારના માધ્યમથી ખુબ પૈસા ભેગા કર્યા. ઢાબાના માલિકે એવો પણ આરોપ લગાવ્યો છે કે વાસન પાસે વારંવાર માગણી કરવા છતા કોઈ જાણકારી પૈસા અંગે આપવામાં આવી રહી નથી. આ બાજુ પોલીસ અધિકારી અતુલ કુમાર ઠાકુરે કહ્યું કે માલવીયનગર પોલીસને આ અંગે ફરિયાદ મળી છે અને કેસની તપાસ ચાલુ છે. હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરાઈ નથી. 


LAC પર તણાવ વચ્ચે આ મહિને 3 વાર PM મોદી અને શી જિનપિંગ થશે 'આમને સામને'


ટ્રેન થયું હતું #Babakadhaba
નોંધનીય છે કે બાબા કા ઢાબા વીડિયો એકદમ વાયરલ થયો હતો. લોકો કાંતા પ્રસાદના સંઘર્ષ અને પરેશાનીઓ જોઈને ભાવુક થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં ઢાબા પર ખાવા માટે ઉમટી પડ્યા હતા. ટ્વિટર ઉપર પણ #Babakadhaba ટ્રેન્ડ થયું હતું. પરંતુ હવે મામલો એકદમ પલટાઈ ગયો છે. બાબાને ફેમસ કરનારા યુટ્યૂબર ગૌરવ વાસન પોતે સવાલના ઘેરામાં આવી ગયા છે. 


LPG booking Methods: રાંધણ ગેસની ડિલિવરી માટે બદલાયા નિયમો, સરળતાથી સિલિન્ડર બુક કરાવવાની આ 4 રીત જાણો


પહેલા જેવી થઈ ગઈ હાલત
ZEE Newsએ ગત અઠવાડિયે ગ્રાઉન્ટ રિપોર્ટિંગના આધારે એ દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો કે બાબા કા ઢાબા ફરીથી પાછી જૂની સ્થિતિમાં પાછું ફરી રહ્યું છે. એટલે કે ભીડ ગાયબ થઈ ગઈ છે અને છૂટા છવાયા એકાદ બે લોકો ખાવા પહોંચે છે. વીડિયો અને સેલ્ફીના શોખીન વધુ જોવા મળે છે. બોલીવુડ, ખેલ અને રાજનેતાઓએ ટ્વિટર પર બાબાની મદદ કરવાની વાત કરી હતી. જો કે લગભગ 20 દિવસ બાદ જ્યારે ઝી ન્યૂઝે બાબા સાથે વાત કરી તો તેમનું કહેવું હતું કે હવે હાલાત પહેલા જેવા જ થઈ ગયા છે. 
(ઈનપુટ-ભાષા)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube