LPG booking Methods: રાંધણ ગેસની ડિલિવરી માટે બદલાયા નિયમો, સરળતાથી સિલિન્ડર બુક કરાવવાની આ 4 રીત જાણો

LPG Gas Cylinder booking Methods દેશમાં 1 નવેમ્બરથી LPG ગેસ સિલિન્ડરના નિયમ બદલાઈ ગયા છે. જેમાં ડિલિવરી હવે OTP કોડના માધ્યમથી થશે. OTP પ્રોસેસને Delivery Authentication Code DAC કહેવાય છે.

LPG booking Methods: રાંધણ ગેસની ડિલિવરી માટે બદલાયા નિયમો, સરળતાથી સિલિન્ડર બુક કરાવવાની આ 4 રીત જાણો

નવી દિલ્હી: LPG Gas Cylinder booking Methods દેશમાં 1 નવેમ્બરથી LPG ગેસ સિલિન્ડરના નિયમ બદલાઈ ગયા છે. જેમાં ડિલિવરી હવે OTP કોડના માધ્યમથી થશે. OTP પ્રોસેસને Delivery Authentication Code DAC કહેવાય છે. જેમાં ગેસ બુકિંગ LPG Gas Cylinder booking News Rules કરવાથી તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પર OTP મોકલવામાં આવશે. જેને જોઈને તમે ગેસની ડિલિવરી મેળવી શકશો. જો તમે ગેસ ડિલિવરી બોયને OTP નહીં દેખાડો તો તમારી ગેસ ડિલિવરી રદ પણ થઈ શકે છે. 

4 સરળ રીતથી બુક કરાવી શકો છો ગેસ
આ કડીમાં વાત કરીએ તો તમે 4 સરળ રીતથી ગેસ બુકિંગ કરાવી શકો છો. તમે ગેસ વિક્રેતા કે ગેસ એજન્સીમાં જઈને ગેસ બુકિંગ કરાવી શકો છો. મોબાઈલ ફોનથી ગેસ બુકિંગ કોલિંગ દ્વારા કરાવી શકો છો. ઓનલાઈન માધ્યમથી ગેસ બુકિંગ કરાવી શકો છો. કે પછી તમે કંપનીના વોટ્સએપ નંબર દ્વારા તમારા ગેસનું બુકિંગ કન્ફર્મ કરાવી શકો છો. 

ઈન્ડેન ગેસનો બદલાયો નંબર
ગેસ બુકિંગ માટે  Indane ગેસનો નંબર બદલાઈ ગયો છે. ઈન્ડેન ગેસ દ્વારા ગ્રાહકોને રજિસ્ટર્ડ નંબર પર આ બદલાયો નંબર મોકલાયો છે. જેના દ્વારા તમે ગેસ બુકિંગ કરાવી શકો છો. અત્રે જણાવવાનું કે તમે જો ઈન્ડેન ગેસના ગ્રાહકો હોવ તો તમારે નવા નંબર 7718955555 પર ફોન કરીને ગેસનું  બુકિંગ કન્ફર્મ કરાવવાનું રહેશે. આ ઉપરાંત વોટ્સએપ નંબરથી પણ નોંધાવી શકશો.

વોટ્સએપથી પણ કરાવી શકો છો ગેસ બુકિંગ
આ સાથે તમે વોટ્સએપના માધ્યમથી પણ ગેસનું બુકિંગ કરાવી શકો છો. અહીં તમારે  REFILL લખીને 7588888824 લખીને મોકલવાનું રહેશે. ત્યારબાદ તમારો ગેસ બુક થઈ જશે. તમે ઈચ્છો તો મોબાઈલ એપથી પણ ગેસ બુકિંગ કરાવી શકો છો. 

હવે OTP બતાવ્યા વગર નહીં થાય ડિલિવરી
સરકારી ઓઈલ કંપનીઓએ ગેસ ચોરી રોકવા માટે અને યોગ્ય ગ્રાહકની ઓળખ માટે નવી વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોસેસને  Delivery Authentication Code (DAC) કહેવાય છે. સિલિન્ડરની હોમ ડિલિવરી 1 નવેમ્બરથી OTP (One Time Password) દ્વારા થશે. OTP વગર ડિલિવરી બોય પાસેથી સિલિન્ડર મેળવી શકશો નહીં. 

શું છે નવી સિસ્ટમ?
મળતી માહિતી મુજબ રાંધણ ગેસનું બુકિંગ કરાવવા માત્રથી હવે ડિલિવરી નહીં મળે. હવેથી ગેસ બુકિંગ બાદ ગ્રાહકોને મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવશે તો આ OTP તમારે ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એકવાર આ  કોડનું સિસ્ટમ સાથે મેચ કર્યા બાદ જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મળશે. ઓઈલ કંપનીઓ DAC ને સૌથી પહેલા 100 સ્માર્ટ શહેરોમાં શરૂ કરશે. આ માટે બે શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ ચાલુ છે. 

મોબાઈલ એપથી અપડેટ થશે નંબર
અત્રે જણાવવાનું કે જો ગ્રાહકનો મોબાઈલ નંબર અપડેટ નથી તો ડિલિવરી પર્સન એક એપ દ્વારા પણ તેને Real time અપડેટ કરી શકશે અને કોડ જનરેટ કરી શકશે. એટલે કે ડિલિવરી સમયે તમે તે એપની મદદથી તમારો મોબાઈલ નંબર ડિલિવરી બોય  દ્વારા જ અપડેટ કરાવી શકો છો. એપ દ્વારા Real time બેસિસ પર મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. ત્યારબાદ તે નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news