'બાબા કા ઢાબા'ના નામે થયું મોટું કૌભાંડ? બે YouTuber આવી ગયા આમને સામને

ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી ચૂકેલા બાબા કા ઢાબા (Baba ka Dhaba) નામ પર પૈસાની હેરફેરની વાત સામે આવી રહી છે. આ હેરફેર ડોનેશનના પૈસામાં થયું છે.

'બાબા કા ઢાબા'ના નામે થયું મોટું કૌભાંડ? બે YouTuber આવી ગયા આમને સામને

નવી દિલ્હી: ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી ચૂકેલા બાબા કા ઢાબા (Baba ka Dhaba) નામ પર પૈસાની હેરફેરની વાત સામે આવી રહી છે. આ હેરફેર ડોનેશનના પૈસામાં થયું છે. આ  મામલે YouTuber લક્ષ્ય ચૌધરીએ હાલમાં જ આરોપ લગાવ્યો છે કે દાન સ્વરૂપે ભેગા કરાયેલા રૂપિયા 'બાબા કા ઢાબા'ના માલિક કાંતપ્રસાદ સુધી પહોંચ્યા જ નથી. 

રાંધણ ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી લેતા હોવ તો ખાસ વાંચો, 1 નવેમ્બરથી લાગુ થશે નવી સિસ્ટમ

જાગો ડોનર જાગો
લક્ષ્ય ચૌધરી (YouTuber lakshya Chowdhary)એ 26 ઓક્ટોબરના રોજ એક વીડિયો  'JAAGO DONOR JAAGO' નામથી અપલોડ કર્યો હતો. વીડિયોમાં લક્ષ્યએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે વૃદ્ધ જોડા માટે ફાઈનાન્શિયલ હેલ્પ નામથી યુટ્યૂબર ગૌરવ વાસન(YouTuber Gaurav Wasan) એ ઓનલાઈન અભિયાન ચલાવ્યું અને પૈસા ભેગા કર્યા. પરંતુ તે કાંતાપ્રસાદને આપવામાં આવ્યા નથી. 

ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું બાબા કા ઢાબા
8 ઓક્ટોબરના રોજ બાબા કા ઢાબાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. વીડિયોમાં ઢાબાના માલિક કાંતાપ્રસાદ રોતા રોતા કહેતા હતા કે દુનિયાભરમાં ચાલી રહેલી મહામારી વચ્ચે તેમની આવક 100 રૂપિયા કરતા પણ ઓછી હતી. આ વીડિયો યુટ્યૂબર ગૌરવ વાસને શૂટ કરીને પોતાની ચેનલ પર અપલોડ કર્યો હતો અને દિલ્હીવાસીઓને આ વૃદ્ધ કપલને મદદ કરવાની ભલામણ કરી હતી. તેમણે લોકોને આર્થિક મદદ કરવાનું પણ કહ્યું હતું. 

ગાઢ જંગલમાં કપલે માત્ર ચાદર લપેટી કરાવ્યું હોટ રોમેન્ટિક ફોટોશૂટ, થયા ટ્રોલ, જુઓ PHOTOS

ગૌરવ વાસને આપ્યો જવાબ
લક્ષ્યના આરોપોના જવાબમાં ગૌરવે કહ્યું કે તેમણે કોઈ કૌભાંડ કર્યું નથી. ગૌરવ વાસને કહ્યું કે મારી પાસે 3.35 લાખ રૂપિયા ભેગા થયા હતા. જેમાંથી 2.33 લાખ રૂપિયાનો ચેક મે કાંતાપ્રસાદને આપી દીધો છે અને એક લાખ રૂપિયા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. આ અંગે બહુ જલદી હું બેંક સ્ટેટમેન્ટ શેર કરીશ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news