નવી દિલ્હીઃ કોરોના વેક્સિનની લઈને ચાલી રહેલા વિવાદમાં હવે વધુ એક નામ જોડાઈ ગયું છે. પહેલા સપાએ વેક્સિનને લઈને સવાલ ઉઠાવ્યા તો હવે આ કડીમાં યોગગુરૂ બાબા રામદેવનું નામ સામેલ થઈ ગયુ છે. પરંતુ બાબા રામદેવનું નિવેદન સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરતા અલગ છે. તેમણે કહ્યું કે, હું વેક્સિનનું સ્વાગત કરુ છુ પરંતુ હું વેક્સિનેશન કરાવીશ નહીં. યોગગુરૂ બાબા રામદેવે આ વાત દિલ્હીની એક હોટલમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન કહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે રામદેવે એક કાર્યક્રમમાં વાત કરતા કહ્યુ કે, વેક્સિનમાં ન તો ગાય અને ન તો સૂઅરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ધર્મ સાથે જોડાયેલો માનલો નથી. આ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલી દવા છે. પરંતુ તેમણે આગળ કહ્યુ કે, હું વેક્સિન લગાવડાવીશ નહીં, મારે વેક્સિનની જરૂર નથી. મને કોરોના નથી, કારણ કે હું સંપૂર્ણ રીતે સુરક્ષા કરુ છું. કોરોના ભલે ગમે એટલા અવતાર લે મને કોરોના થશે નહીં. 


આ પણ વાંચોઃ વેક્સિન પર રાજનીતિઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- આ ખુબ અપમાનજક  


રામદેવ નવી દિલ્હીના લી-મેરિડિયન હોટલમાં એકલ અભિયાનના અભિયાનના કાર્યક્રમમ એકલના રામમાં વિશિષ્ટ અતિથિ તરીકે પહોંચ્યા હતા. રામદેવે કહ્યુ કે, તેમને કોઈ ફેર પડતો નથી કે લોકો તેમના તથા પતંજલિ વિશે શું કહે છે. રામદેવે કહ્યું કે, તેમના માટે ખુશીની વાત છે કે તે લોકોના વિચારવાના કેન્દ્રમાં આવ્યા છે.


કાર્યક્રમમાં કવિ કુમાર વિશ્વાસે રામચરિત માનસના અર્થ અને આજના સમયમાં રામના મહત્વને જણાવ્યું હતું. તેમણે કોરોના સંકટમાં કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, દેશનું સૌભાગ્ય છે કે ભારતને સ્વાસ્થ્ય મંત્રી એક ડોક્ટર મળ્યા છે, જેણે દરેક વ્યક્તિને સાંભળ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube