નવી દિલ્હી : બાંગ્લાદેશમાં એક વિમાનના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ ઢાકા નજીક ચિંટગાવ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. હાઇજેકિંગનાં એક પ્રયાસ દરમિયાન એક વ્યક્તિ બંદુક સાથે વિમાનનાં કોકપીટમાં ઘુસવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોકપીટમાં વ્યક્તિ ઘુસી ગયા બાદ પ્લેનનું ચીટગાંવ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનને બાંગ્લાદેશ સુરક્ષા કર્મચારીઓએ ઘેરી લીધું હતું. થોડી જ મિનિટોમાં 142 યાત્રીઓને સુરક્ષીત ઉતારી લેવાયા હતા. થોડા સમય બાદ એક માત્ર બંદુકધારી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા કર્મચારીઓના પગ ધોઇને આપ્યું સન્માન

બાંગ્લાદેશ એરલાઇન્સના વિમાનને ચિટગાંવના શાહ આમીન આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓ અને હવાઇમથકનાં અધિકારીઓનાં અનુસાર આ વિમાન દુબઇથી ચિટગાંવ થઇને ઢાકા જઇ રહ્યું હતું. રવિવારે સાંજે આશરે 05.40 વાગ્યે તેને ચિટગાંવ હવાઇ મથક પર ઉતારવામાં આવ્યું હતું. 


કુંભ આધ્યાત્મ, આસ્થા અને આધુનિકતાનું ત્રિવેણી છે: વડાપ્રધાન મોદી

અપુષ્ટ રિપોર્ટ અનુસાર એક બંદુકધારીએ કોકપિટમાં ઘુસીને કમાન સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જ્યારે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તમામ યાત્રી વિમાન ઉતર્યા બાદ ઉતારી લેવામાં આવ્યા હતા, જો કે બંદુકધારી અને ચાલક દળનાં બે સભ્યો હજી પણ વિમાનમાં હોવાની માહિતી મળી રહી છે. 


કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ: DSP શહીદ, 3 ઘાયલ

પોલીસ અને રેપિટ એક્શન બટાલિયને રનવેને ચારે તરફથી ઘેરી લીધું છે. ફ્લાઇટને સાંજે 05-15 મિનિટે ચટગાંવમાં ઉતારી લેવામાં આવ્યું હતું. એરપોર્ટ પ્રબંધકે કહ્યું કે, વિમાનનું અપહરણ કરી લેવામાં આવ્યું છે, પરંતુ તે ઉપરાંત તેઓ કોઇ પણ જણાવી શક્યા નહોતા. આ વિમાન બોઇંગ 737-8 છે. સુરક્ષા એજન્સીઓ આ મુદ્દે સતત નજર રાખી રહી છે. 


ઘર લેનારા લોકો માટે મોદી સરકારની મોટી ગિફ્ટ, નિર્માણાધીન ઘરો પર GSTમાં મોટો ઘટાડો

મળતી માહિતી અનુસાર વિમાનથી ગોળી ચાલી હોવાનો અવાજ પણ સંભળાયો હતો. જો કે અત્યાર સુધી કોઇને ગોળી લાગવાની વાત સામે નહોતી આવી. વિમાનથી ઉતરેલા યાત્રી ખુબ જ ડરેલા છે. હાલ સમગ્ર પ્લેનને ઘેરી લેવામાં આવ્યું છે.