ઘર લેનારા લોકો માટે મોદી સરકારની મોટી ગિફ્ટ, નિર્માણાધીન ઘરો પર GSTમાં મોટો ઘટાડો
GST કાઉન્સિલની બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગની નવી પરિભાષા નિશ્ચિત કરવામાં આવી હતી
Trending Photos
નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટોનિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્માણાધીન ઘરો પર GST દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્માણાધીન ઘર પર GST દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં નિર્માણાધીન ઘરો પર જીએસટીનાં દર 12 ટકા છે. જેને ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી. આ ઉપરાંત અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે GSTનાં દર 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરી દેવામાં આવી છે.
આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગની નવી પરિભાષા નક્કી કરવામાં આવી છે. ભારતે કોઇ પણ મેટ્રોમાં જો નિર્માણાધિન ઘરનો એરિયા 60 વર્ગ મીટર અથવા તેનાથી ઓછો હોય તો તેને અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માનવામાં આવશે. નોન મેટ્રો સિટીઝ માટે આ એરિયા 90 વર્ગ મીટર નિશ્ચિત કરવામાં આવ્યો છે.
નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, અમે અફોર્ડેબલ હાઉસિંગની બે પરિભાષા લાગુ કરી છે. પહેલી કાર્પેટ એરિયા અને બીજી મુળ પર આધારિત છે. મેટ્રોમાં 60 વર્ગ મીટરનાં કાર્પેટ એરિયા અને 45 લાખના ખર્ચે એપાર્ટમેન્ટ અફોર્ડેબલ હાઉસિંગમાં આવશે. બિન મેટ્રોમાં 90 વર્ગ મીટર કાર્પેર એરિયા અને 45 લાખનાં ખર્ચે એપાર્ટમેન્ટ એફોર્ડેબલ હાઉસિંગમાં આવશે. આ માનક એક એપ્રીલથી લાગુ થશે. પોતાના સંબોધનમાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, અફોર્ડેબલ હાઉસિંગ માટે જીએસટી દર એટલા માટે ઘટાડવામાં આવ્યો કારણ કે 2022 સુધી દરેક વ્યક્તિનું પોતાનું મકાન હોય. તે ઇરાદો પુરો કરવાનો છે.
હાલના સમયે નિર્માણાધીન અથવા એવા તૈયાર મકાન જેમના માટે કામ પુર્ણ કરવાનું પ્રમાણપ્તર ન મળ્યું હોય, તેમના પર ખરીદદારોને 12 ટકાના દરથી જીએસટી દેવું પડે છે. જો કે વર્તમાન વ્યવસ્થામાં મકાન નિર્માતાઓને ઇનપુટ પર ચુકાવવામાં આવેલા કર પર છુટનો લાભ મળે છે. જીએસટીની રવિવારે નિશ્ચિત દર હેઠળ તેમને ઇનપુર પર કરની છઉટનો લાભ નહી મળે. સરકાર જમીન-જાયદાદની યોજનાઓમાં એવા મકાનો/ભવનો પર જીએસટી નથી લાગતો, જેના વેચાણના સમયે કંપ્લીશન સર્ટિફિકેટ મળી ચુકેલું હોય છે.
જેટલીએ પત્રકારોને જણાવ્યું કે, જીએસટી દરોમાં ઘટાડાનો નિર્ણ નિશ્ચિત રીતે ભવન નિર્માણ ક્ષેત્રને બળ પ્રદાન કરશે. નાણામંત્રીએ જણાવ્યું કે, લોટરી પર જીએસટી અંગે નિર્ણ આગળ માટે ટાળી દેવામાં આવ્યો છે. આ અંગે પ્રસ્તાવ પર ચર્ચા માટે મંત્રીઓનાં સમુહની બેઠક ફરીથી થશે. આ સમયે રાજ્ય સરકારો દ્વારા સંચાલિત લોટરી યોજનાઓ પર 12 ટકા અને રાજ્ય સરકારો દ્વારા અધિકૃત લોટરી પર 28 ટકાના દરથી જીએસટી લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે