કુલગામમાં ઘર્ષણ 3 આતંકવાદીઓ ઠાર: DSP શહીદ, 3 જવાન ઘાયલ
કુલગામ જીલ્લાનાં તારિગામ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર અચાનક ગોળીબાર કરી દીધો હતો, ત્યાર બાદ સેનાએ પણ આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપ્યો
Trending Photos
શ્રીનગર : દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે એક ઘર્ષણમાં એક પોલીસ ઉપાધીક્ષક, સેનાના એક જવાન શહીદ થઇ ગયા અને જૈશ એ મોહમ્મદનાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, વિસ્તારમાં આતંકવાદીઓએ એક જુથની હાજરી અંગે પોલીસને ગુપ્ત માહિતી મળ્યા બાદ કુલગામના તુરિગામ વિસ્તારમાં ઘર્ષણ થયું. અધિકારીઓએ જણાવ્યું કે ત્યાં પહોંચેલા પોલીસદળ પર ગોળીબાર કરવામાં આવ્યો જેમાં પોલીસ ઉપાધીક્ષક અમન ઠાકુર ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. સૈન્ય હોસ્પિટલ ખાતે લઇ જતા સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનાં તારિગામમાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં પોલીસ ઉપાધીક્ષક અમન ઠાકુર શહીદ થઇ ગયા. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાના એક અધિકારી સહિત 3 જવાન ધાયલ છે. ઘાયલોને 92 બેસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમન ઠાકુર 2011 બેચના અધિકારી હતા અને ગત્ત ડોઢ વર્ષથી જમ્મુ કાશ્મીર પોલીસના આતંકવાદ વિરોધી શાખામાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરી(ગુરૂવારે) સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓ હુમલો થઇ ગયો હતો. આ હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. આતંકવાદીઓની આ કાયરતાપુર્ણ હરકત બાદ ભારતીય સેના સતત આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી બાદ સુરક્ષાદળોએ તારિગામ ક્ષેત્રને ઘેર્યું હતું અને ત્યાં સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ ચાલુ કરી દીધું, ત્યાર બાદ જવાબી કાર્યવાહી કરતા સેનાનાં જવાનોએ મોર્ચો સંભાળી લીધો છે.
પુલવામા હુમલા બાદ હાલમાં જ દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હું ખુબ જ આશ્વાસ્ત છું અને હું તમને આશ્વાસન આપવા માંગુ છું કે સમય આવશે જ્યારે લોકોની ભાવનાઓ, તેમની ઇચ્છાઓ, તેમની આશા અને અપેક્ષાઓની પુર્તિ થશે. એટલું જ નહી ગૃહમંત્રી ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ પુલવામા હુમલા બાદ આતંકવાદીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે