VIDEO: વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા કર્મચારીઓના પગ ધોઇને આપ્યું સન્માન

વડાપ્રધાન મોદી રવિવારે સંગમમાં સ્નાન કરીને કુંભ નગરી પ્રયાગરાજ ખાતે પહોંચ્યા હતા

VIDEO: વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા કર્મચારીઓના પગ ધોઇને આપ્યું સન્માન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સંગમમાં સ્નાન કરવા કુંભ નગરી પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં તેમણે ત્રિવેણી સંગમમાં પહોંચીને આસ્થાની ડુબકી લગાવી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ કુંભની સ્વચ્છતાની અનોખી મિશાલ રજુ કરી હતી, જેવી ક્યારેય ન જોવા મળી હોય. વડાપ્રધાન મોદીએ કુંભ મેળામાં સ્વચ્છતા જાળવી રાખવામાં સહયોગ આપનારા સ્વચ્છતા કર્મચારીઓનાં પહેલા પગ ધોયા અને ત્યાર બાદ તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન કન્યાઓનાં પગ ધોઇને તેમના પુજનથી લોગો પુણ્યનો લાભ ઉઠાવે છે. જો કે વડાપ્રધાન મોદીએ કુંભ દરમિયાન સ્વચ્છતા કર્મચારીઓનાં પગ ધોઇને આશિર્વાદ લીધા હતા અને તેમને સન્માનિત કર્યા હતા. આ અગાઉ વડાપ્રધાન મોદીએ કુંભમાં મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન પણ કર્યું હતું. 

— ANI UP (@ANINewsUP) February 24, 2019

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંગા આરતી પણ કરી હતી. ત્યાર બાદ ત્યાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને બ્રાહ્મણોને વડાપ્રધાન મોદીએ પ્રસાદ વહેંચ્યો હતો. તેઓ અક્ષયવટ વૃક્ષનાં દર્શન પણ કર્યા હતા. ત્યાર બાદ કુંભ મેળાના ક્ષેત્રમાં વડાપ્રધાન મોદીએ સ્વચ્છતાની પણ તપાસ કરી હતી. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. 

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીનું આ પ્રયાગરાજની યાત્રા ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ પહેલા પણ અહીં ડુબકી લગાવી ચુક્યા છે. યોગી આદિત્યનાથે કેબિનેટની મીટિંગ પણ પ્રયાગરાજમાં કરી હતી, અને તેમનાં અનેક મંત્રીઓએ એક સાથે અહીં સ્નાન કર્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news