Barabanki School Girl Innovation: યુપીના બારાબંકી જિલ્લામાં એક મજૂર માતા પિતાનું સંતાન અને ઝૂંપડીમાં રહીને અભ્યાસ કરનારી બાળકીએ પોતાના માતા પિતા અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે. ગામડાની એક સરકારી શાળામાં આઠમા ધોરણમાં  ભણતી પૂજાએ ધૂળ રહિત થ્રેશરનું મોડલ બનાવીને કમાલ કરી નાખ્યો. પોતાની આ શોધ માટે પૂજાનું નામ હવે ઈન્સ્પાયર એવોર્ડ માટે રાષ્ટ્રીય સ્તર પર નોમિનેટ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લાના સિરૌલી ગૌસપુર બ્લોકના ગ્રામ અગેહરાની આ પ્રતિભાને લોકો સલામ કરી રહ્યા છે. ગામડાની પૂજા પૂર્વ માધ્યમિક વિદ્યાલયની વિદ્યાર્થીની છે. પૂજાના પિતા પુત્તીલાલ મજૂરીકામ કરે છે. જ્યારે માતા સુનીલા દેવી મહિને 1500 રૂપિયાના પગારે માનદેય પર એ જ સરકારી શાળામાં રસોઈ બનાવે છે જ્યાં પૂજા ભણે છે. 


ટીચરે દેખાડ્યો રસ્તો
પૂજાએ પોતાના વિજ્ઞાનના શિક્ષક રાજીવ શ્રીવાસ્તવની મદદથી ઈન્સ્પાયર એવોર્ડ માટે અરજી કરી હતી. તેનું ધૂળ રહિત થ્રેશરનું મોડલ જિલ્લા સ્તર બાદ હવે પ્રદેશ સ્તર માટે પસંદગી પામ્યું. ત્યારબાદ આગામી તબક્કામાં જ્યારે તેની શોધનું પ્રદેશ સ્તર પર મૂલ્યાંકન થયું ત્યારે પૂજાની બનાવેલી મશીનને રાષ્ટ્રીયસ્તરે પણ સ્પર્ધા માટે પસંદ કરાઈ. 


શું અકસ્માત બાદ લૂંટાઈ ગયો હતો પંતનો સામાન? પોલીસે શું કહ્યું તે ખાસ જાણો


બજેટ 2023 પહેલાં મોદી કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ, આ રાજ્યના નેતાઓને લાગશે લોટરી


મોદી તો મોદી છે!...માતા હીરાબાના અંતિમ સંસ્કાર થયાની ગણતરીની પળો બાદ કર્યું આ કામ


અત્રે જણાવવાનું કે ભઙારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ તરફથી દર વર્ષે ઈન્સ્પાયર એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડનો ભાગ બનવા માટે સરકારી અને ખાનગી શાળાઓમાં ભણતા 6ઠ્ઠા ધોરણથી લઈને 10માં ધોરણના બાળકોએ જિલ્લા સ્તરે પોતાનું સાયન્ટિફિક મોડલ મોકલવાનું રહે છે. હવે પૂજાના થ્રેશરવાળા મોડલનું મૂલ્યાંકન દેશના વરિષ્ઠ વૈજ્ઞાનિકોનું ડેલિગેશન કરશે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube